Ahmedabad News : KYC અપડેટ કરવાના બહાને પડાવ્યા રુપિયા, લિંક મોકલી વેપારી સાથે 20 હજારની ઠગાઇ

📅 Published: March 7, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. KYC અપડેટ કરવાના બહાને એક વેપારી પાસેથી રૂ.20 હજારની ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વટવાી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બેંકનું કાર્ડ ચાલુ કરવા માટે મોકલી હતી લિંક

મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સે બેંકના કાર્ડની KYC પ્રક્રિયા અપડેટ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ વેપારીને એક લિંક મોકલી હતી અને તે લિંક દ્વારા બેંક કાર્ડ ચાલુ કરવા માટે જરૂરી માહિતી ભરવા જણાવ્યું હતું.

20 હજાર ટ્રાન્સફર થઈ ગયા

વેપારીએ આરોપીની વાતમાં આવી જઈ લિંક ખોલી અને જરૂરી વિગતો ભરી દીધી હતી. ત્યારબાદ થોડા સમય પછી તેમના બેંક ખાતામાંથી રૂ.20 હજાર ટ્રાન્સફર થઈ ગયા હોવાનું જણાયું હતું. આ રીતે KYC અપડેટ કરવાના બહાને સાઇબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

વટવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ઘટના અંગે માહિતી મળતાં વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે વટવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો—-    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *