Ahmedabd: રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરોને છેતરતો મહાઠગ ઝડપાયો, 3 વર્ષમાં 500થી વધુ ટિકિટો પધરાવી

📅 Published: March 12, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ એક એવા શાતિર ઠગની ધરપકડ કરી છે જે છેલ્લા ત્રણ વર્ષથી નિર્દોષ મુસાફરોને નકલી રેલવે ટિકિટ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતો હતો. પકડાયેલ આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી IRCTCના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લેતો હતો.

ગુજરાતના અનેક શહેરોમાં ફેલાયેલું નેટવર્ક

આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, ઉધના, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા જેવા રેલવે સ્ટેશનો પર સક્રિય હતો. તે મુસાફરોને ટિકિટ કન્ફર્મ કરાવી આપવાની લાલચ આપી નકલી ટિકિટ પધરાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેણે છેલ્લા ૩ વર્ષમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ જેટલી નકલી ટિકિટો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી છે.

IRCTC એજન્ટના નામે કાર્ડની છેતરપિંડી

આ ઠગ પોતાની જાતને રેલવેનો સત્તાવાર એજન્ટ બતાવતો હતો. તે ટિકિટ બનાવવાની સાથે સાથે કાર્ડ દ્વારા પણ છેતરપિંડીના ખેલ ખેલતો હતો. RPF એ બાતમીના આધારે વોચ ગોઠવીને આ ઠગને દબોચી લીધો હતો.

GRP દ્વારા વધુ તપાસ શરૂ

RPF દ્વારા આરોપી ઉપેન્દ્ર દ્વિવેદીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તેણે અત્યાર સુધી કુલ કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Kheda: કઠલાલના વિશ્વનાથપુરા પાસે મધ્યરાત્રીએ આઈસરમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *