Assam : પોલીસના કમાન્ડો કેમ્પ પર મોટો હુમલો, 4 જવાન થયા ઘાયલ

📅 Published: March 22, 2026 | 📂 Category: national

આસામ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટા સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. 22 માર્ચે રવિવારે તિનસુકિયાના જગુન વિસ્તારમાં શંકાસ્પદ ULFA(I)ના ઉગ્રવાદીઓએ આસામ પોલીસ કમાન્ડો બટાલિયન કેમ્પથી નિશાનો બનાવતા રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 4 આસામ પોલીસ કમાન્ડો ઘાયલ થયાની જાણકારી સામે આવી રહી છે.

કમાન્ડો કેમ્પ પર 4થી 5 RPGથી હુમલો કર્યો

તિનસુકિયાના પોલીસ અધિક્ષકે આ ઘટનાની પુષ્ટી કરતા જણાવ્યું કે રવિવારે તિનસુકિયાના જગુન સ્થિત આસામ પોલીસ કમાન્ડો શિવિર પર આરપીજીથી હુમલો કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે આ હુમલામાં 4 કમાન્ડો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરોએ જગુનના કમાન્ડો કેમ્પ પર 4થી 5 RPG હુમલો કર્યો. તેમાંથી 4 RPG કેમ્પની અંદર ફાટ્યા, જેનાથી મોટો બ્લાસ્ટ થયો અને ગોળીબારી શરૂ થઈ ગઈ, ત્યારબાદ હુમલાખોરો અંધારાનો ફાયદો ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયા.

નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે આસામ વિધાનસભા ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ માહોલ બગાડવા માટે ઉલ્ફા(I)એ આ રણનીતિ અપનાવી છે. કેમ્પ પર હુમલો કરીને ચર્ચમાં રહેવા અને દહેશત ઉભી કરવી ઉગ્રવાદીઓની જુની રીત છે. જો કે પોલીસ અને જિલ્લા તંત્ર તરફથી અત્યાર સુધી નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે અને સત્તાવાર વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

પ્રતિબંધિત ગ્રુપની વિરૂદ્ધ સઘન સર્ચ ઓપરેશન

હુમલાના સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓ સર્તક થઈ ગઈ છે. તિનસુકિયા પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ મળીને પ્રતિબંધિત ગ્રુપની વિરૂદ્ધ સઘન સર્ચ ઓપરેશન અને જોઈન્ટ ઓપરેશન શરૂ કરી દીધું છે. કમાન્ડો કેમ્પની આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે, જેથી હુમલાખોરોને પકડવામાં આવી શકે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.  

આ પણ વાંચો : DRIની નવી મુંબઈમાં મોટી કાર્યવાહી, 9.25 કરોડના ચીની વોકી-ટોકી કર્યા જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *