બાવળા : બાવળામાં ગૌરવપથ ગેટ પાસે ધર્માદા સંસ્થાના અમૃતબાગના મેદાન ખાતે પાલિકા દ્વારા 10 દિવસિય સ્વદેશી મેળો – 2026નું આયોજન કરાયું છે. કાર્યક્રમનું ઉદ્દદાટન ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા સહિત જિલ્લાના અને શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો, બાવળા શહેર વેપારી એસોસિએશનના પ્રમુખ તથા વેપારીઓ, ધર્માદા સંસ્થાના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ્ ઓફ્સિર અને કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા. 19મી માર્ચ સુધીના સ્વદેશી મેળામાં નાગરિકોના મનોરંજન માટે ફૂડ ઝોન, બાળકો માટે ગેમ ઝોન તથા વિવિધ મનોરંજનના સાધનો પણ રાખવામાં આવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
