ભારતીય ક્રિકેટની સિદ્ધિઓ અને ટીમના ખેલાડીઓના યોગદાનને સેલિબ્રેટ કરવા માટે BCCIએ નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત નમન એવોર્ડ્સ 2026નું આયોજન કર્યું હતું. આ એવોર્ડ સેરેમનીમાં ઈન્ટરનેશનલ, સ્થાનિક અને વય-જૂથ સ્તરે ભારતીય ક્રિકેટના ઉત્કૃષ્ટ ખેલાડીઓ અને દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્ષના સેરેમનીમાં ભારતીય ક્રિકેટના ઘણા અગ્રણી નામોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ દિગ્ગજો અને ઉભરતા સ્ટાર્સનો સમાવેશ થાય છે.
અનુભવી ખેલાડીઓને BCCIનું મળ્યું મોટું સન્માન
રોજર બિન્ની, રાહુલ દ્રવિડ અને મિતાલી રાજને નમન એવોર્ડ્સ 2026માં કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ BCCI તરફથી એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે ભારતીય ક્રિકેટમાં તેમના લાંબા અને વિશિષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.
શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને મળ્યો ખાસ એવોર્ડ
ભારતીય ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને 2024-25 સીઝન માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મેન્સ) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મહિલા ક્રિકેટમાં આ સન્માન મળ્યું. આ સ્મૃતિ મંધાનાના કરિયરમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડની પાંચમી જીત છે, જે તેના સાતત્ય અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે.
હર્ષિત રાણા અને શ્રી ચારણીને મળ્યો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ
ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ મળશે. મહિલા કેટેગરીમાં આ સન્માન શ્રી ચારણીને મળ્યું. પરંતુ હર્ષિત રાણા તાજેતરમાં ICC T20 વર્લ્ડકપ 2026માં ભારતની જીતમાં ભાગ ભજવી શક્યો ન હતા, કારણ કે તે ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
દીપ્તિ શર્મા અને આયુષ મ્હાત્રેનું મળ્યું સન્માન
ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને 2024-25 સીઝનમાં ભારતીય મહિલા ટીમ માટે સૌથી વધુ વિકેટ લેવા બદલ આ એવોર્ડ મળ્યો. યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને સ્થાનિક મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ લાલા અમરનાથ એવોર્ડ (બેસ્ટ ઓલરાઉન્ડર) થી પણ સન્માનિત કરવામાં આવ્યો.
નમન એવોર્ડ્સ 2026 સેરેમની ભારતીય ક્રિકેટની સિદ્ધિઓનું સન્માન કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી, જેમાં અનુભવી ખેલાડીઓ તેમજ નવી પેઢીના ખેલાડીઓની પ્રતિભાને ઓળખવામાં આવી હતી.
BCCI નમન એવોર્ડ્સ 2026ના વિનર્સનું સંપૂર્ણ લિસ્ટ
- સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ – રાહુલ દ્રવિડ
- સીકે નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – રોજર બિન્ની
- સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (મહિલા) – મિતાલી રાજ
- પોલી ઉમરીગર એવોર્ડ – બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ), 2024-25 – શુભમન ગિલ
- બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા), 2024-25 – સ્મૃતિ મંધાના
- મહિલા વનડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર, 2024-25 – સ્મૃતિ મંધાના
- મહિલા વનડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર, 2024-25 – દીપ્તિ શર્મા
- બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ), 2024-25 – હર્ષિત રાણા
- બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુ (મહિલા), 2024-25 – શ્રી ચારણી
- BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન, 2024-25 – મુંબઈ ક્રિકેટ એસોસિએશન
- ડોમેસ્ટિક ક્રિકેટમાં બેસ્ટ એમ્પાયર, 2023-24 – ઉલ્હાસ ગાંધે
- માધવરાવ સિંધિયા એવોર્ડ: 2024-25 રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર – એલીટ ગ્રુપ – હર્ષ દુબે (વિદર્ભ)
- માધવરાવ સિંધિયા એવોર્ડ: 2024-25 રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર – પ્લેટ ગ્રુપ – સુચિત જે (નાગાલેન્ડ)
- માધવરાવ સિંધિયા એવોર્ડ: 2024-25 રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી – એલીટ ગ્રુપ – યશ રાઠોડ (વિદર્ભ)
- માધવરાવ સિંધિયા એવોર્ડ: 2024-25 રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી – પ્લેટ ગ્રુપ – સ્નેહલ કૌથંકર (ગોવા)
- સ્થાનિક મર્યાદિત ઓવરોમાં બેસ્ટ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ, 2024-25 – આયુષ મ્હાત્રે (મુંબઈ)
- રણજી ટ્રોફીમાં બેસ્ટ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ, 2024-25 – હર્ષ દુબે (વિદર્ભ)
- જગમોહન દાલમિયા ટ્રોફી: બેસ્ટ મહિલા ક્રિકેટર (જુનિયર ડોમેસ્ટિક), 2024-25 – ઈરા જાધવ (મુંબઈ)
- જગમોહન દાલમિયા ટ્રોફી: બેસ્ટ મહિલા ક્રિકેટર (સિનિયર ડોમેસ્ટિક), 2024-25 – શેફાલી વર્મા (હરિયાણા)
- જગમોહન દાલમિયા ટ્રોફી: (U16) વિજય મર્ચન્ટ ટ્રોફી 2024-25 સૌથી વધુ વિકેટ લેનાર – એલિટ ગ્રુપ – યશવર્ધન સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ)
- જગમોહન દાલમિયા ટ્રોફી: (U16) વિજય મર્ચન્ટ ટ્રોફી 2024-25 સૌથી વધુ વિકેટ લેનાર – પ્લેટ ગ્રુપ – કિશન સરકાર (ત્રિપુરા)
- જગમોહન દાલમિયા ટ્રોફી: (U16) વિજય મર્ચન્ટ ટ્રોફી 2024-25 સૌથી વધુ રન બનાવનાર ખેલાડી – એલિટ ગ્રુપ – શાંતનુ સિંહ (ઉત્તર પ્રદેશ)
- જગમોહન દાલમિયા ટ્રોફી: (U16) વિજય મર્ચન્ટ ટ્રોફી 2024-25 સૌથી વધુ રન રન બનાવનાર ખેલાડી – પ્લેટ ગ્રુપ – પ્રિતમ રાજ (બિહાર)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U19) કૂચ બિહાર ટ્રોફી 2024-25 સૌથી વધુ વિકેટ લેનાર – એલીટ ગ્રુપ – હેમચુડેસન જે (તમિલનાડુ)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U19) કૂચ બિહાર ટ્રોફી 2024-25 સૌથી વધુ વિકેટ લેનાર – પ્લેટ ગ્રુપ – અર્કજીત રોય (ત્રિપુરા)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U19) કૂચ બિહાર ટ્રોફી 2024-25 સૌથી વધુ રન બનાવનાર ખેલાડી – એલીટ ગ્રુપ – નિત્યા જે પંડ્યા (બરોડા)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U19) કૂચ બિહાર ટ્રોફી 2024-25 સૌથી વધુ રન બનાવનાર ખેલાડી – પ્લેટ ગ્રુપ – રાગવન રામામૂર્તિ (પુડુચેરી)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U23) સી.કે. નાયડુ ટ્રોફી 2024-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર – એલીટ ગ્રુપ – વિકી ઓસ્ટવાલ (મહારાષ્ટ્ર)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U23) સી.કે. નાયડુ ટ્રોફી 2024-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર – પ્લેટ ગ્રુપ – દીપજ્યોતિ સૈકિયા (આસામ)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U23) સી.કે. નાયડુ ટ્રોફી 2024-25 સૌથી વધુ રન બનાવનાર – એલીટ ગ્રુપ – મેકનીલ એચ.એન. (કર્ણાટક)
- એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: (U23) સી.કે. નાયડુ ટ્રોફી 2024-25 સૌથી વધુ રન બનાવનાર – પ્લેટ ગ્રુપ – આર. જશવત શ્રીરામ (પુડુચેરી)
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
