
Iran’s Natanz Nuclear Plant Attack : અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થલે દોડી આવ્યા છે.
ભયંકર વિસ્ફોટ, દૂર દૂર સુધી સંભળાયો અવાજ
ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તારો સુધી સંભળાયો છે.
