Bihar Politics: નીતિશ કુમાર ચાલ્યા દિલ્હી ! કહ્યું હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું

📅 Published: March 5, 2026 | 📂 Category: national

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. જેને લઇને જેડીયુ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેમની જગ્યા કોણ લેશે તે નામની પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે ખુદ નીતિશ કુમારે જ ઇચ્છા જાહેર કરી છે કે તેઓ રાજ્યસભામાં જવા માગે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ નવી સરકારને સંપૂર્ણ સહયોગ આપશે. નીતિશ કુમારે પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. 

નીતિશ કુમાર જશે દિલ્હી 

તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે  બે દાયકાથી વધુ સમયથી, તમે સતત તમારો વિશ્વાસ અને ટેકો જાળવી રાખ્યો છે, અને આ શક્તિ દ્વારા જ અમે બિહાર અને તમારા બધાની સંપૂર્ણ વફાદારીથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને ટેકોના કારણે જ બિહાર આજે વિકાસ અને આદરના નવા પરિમાણને સ્વીકારી રહ્યું છે. મેં ભૂતકાળમાં ઘણી વખત આ માટે તમારો આભાર વ્યક્ત કર્યો છે.

હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું- નીતિશ કુમાર 

મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી, હું બિહાર વિધાનસભા અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા રાખું છું. આ સંદર્ભમાં હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. હું તમને નિષ્ઠાપૂર્વક ખાતરી આપું છું કે તમારી સાથેનો આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, અને વિકસિત બિહાર બનાવવા માટે તમારી સાથે મળીને કામ કરવાનો મારો સંકલ્પ અટલ રહેશે. જે નવી સરકાર બનશે તેને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *