Deepika Adhana: જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની સાહસગાથા

📅 Published: March 11, 2026 | 📂 Category: national

જ્યારે પરાક્રમ અને કર્તવ્યની વાત આવે છે, ત્યારે ભારતની દીકરીઓ હંમેશા મોખરે રહે છે. આવું જ એક સાહસ હરિયાણાના ફરીદાબાદની 23 વર્ષીય મહિલા પાયલોટ દીપિકા અધનાએ કરી બતાવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સર્જાયેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે દીપિકાએ પોતાની જાનના જોખમે 169 ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડીને માનવતા અને સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું આપ્યું છે.

“છેલ્લી વાર જોઈ લો…” કહી સ્વીકારી જવાબદારી

જ્યારે દીપિકાને આ અત્યંત સંવેદનશીલ રેસ્ક્યુ મિશનની જાણ થઈ, ત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક હતી. દીપિકાએ ભાવુક થઈને તેના પરિવારને મજાકમાં કહ્યું હતું કે, મમ્મી, ચાચુ… છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી ન દેખાવ. પરંતુ ગભરાવાને બદલે તેના પરિવારે દીપિકાને પ્રોત્સાહિત કરી અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા આશીર્વાદ આપ્યા હતા.

ઓલ-વુમન ક્રૂ મેમ્બર્સનું અદભૂત મિશન

આ મિશનની સૌથી ગૌરવશાળી બાબત એ હતી કે, આખી ફ્લાઈટનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેપ્ટન દીપિકા સહિત તમામ છ ક્રૂ મેમ્બર્સ મહિલાઓ હતી. ફ્લાઈટ ભારતથી ઉડાન ભરીને UAE ના રાસ અલ ખૈમાહ એરપોર્ટ પહોંચી હતી. ત્યાં માત્ર એક જ કલાકની અંદર તમામ 169 મુસાફરોને વિમાનમાં બેસાડીને ભારતના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

હવામાં સંપર્ક તૂટ્યો છતાં હિંમત ન હારી

ઉડાન દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, દીપિકા અને તેની ટીમે ધીરજ ગુમાવી નહીં અને થોડી જ વારમાં સંપર્ક ફરી સ્થાપિત થતા વિમાન સુરક્ષિત રીતે દિલ્હી ઉતર્યું હતું. વતન પરત ફરેલા મુસાફરોના ચહેરા પર રાહતની લકીરો સ્પષ્ટ દેખાતી હતી અને સૌએ આ મહિલા શક્તિનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો – Iranની સૌથી ઘાતક ફોર્સ NOPO કેમ આવી ચર્ચામાં, જાણો શું છે તેની જવાબદારીઓ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *