Dholera-પીપળી હાઇવે પર ટ્રેલરમાંથી સળિયા ચોરી કરતી ટોળકીનો SOGએ કર્યો પર્દાફાશ

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ધોલેરા-પીપળી હાઇવે પર બાતમીના આધારે દરોડા પાડીને ટ્રેલરમાંથી સળિયાની ચોરી કરતા એક મોટા રેકેટનો ભાંડાફોડ કર્યો છે. ક્રિશ્ના હોટલ પાસે પાર્ક કરેલા ટ્રેલરમાંથી ગેરકાયદેસર રીતે સળિયા ઉતારી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ પોલીસે ત્રાટકીને 4 આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સળીયા ચોરી કરતા 4 આરોપીઓ ઝડપાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ હાઇવે પરના પાર્કિંગનો ઉપયોગ કરીને ટ્રેલરમાં ભરેલા લોખંડના સળિયા ચોરીછૂપીથી ઉતારતા હતા અને ત્યારબાદ તેનું ગેરકાયદે વેચાણ કરતા હતા. SOG એ સ્થળ પરથી કુલ 36,780 કિલો સળિયા જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ.40.28 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલ ટ્રેલર, એક કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે.

ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર ગણાતો કુલદીપ નામનો શખ્સ, જે મૂળ સુરતનો રહેવાસી છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઇવે પર ચાલતા આવા સંગઠિત ચોરીના નેટવર્ક પર પોલીસની આ મોટી કાર્યવાહીથી ચોર ટોળકીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *