EPFO સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે મોટું પગલું ઉઠાવતા લાખો લોકોને ખુશીના સમાચાર આપ્યા છે, જેનાથી લોકોને ફાયદો થવાનો છે. મિનિસ્ટ્રીએ EPFO સાથે જોડાયેલા ઈનએક્ટિવ એકાઉન્ટમાં રહેલી નાની રકમને પરત કરવાનો નિર્ણય લીધો છે. આ પૈસા વર્ષોથી એકાઉન્ટમાં પડ્યા છે. ખાસ વાત એ છે કે આ રિફંડને મેળવવા માટે એકાઉન્ટ હોલ્ડરને કોઈ કાગળીયા કામની કામગીરી કરવાની રહેશે નહીં.
કેટલી રકમ થશે જમા?
શ્રમ મંત્રાલય તરફથી લેવામાં આવેલો આ નિર્ણય તે ઈનએક્ટિવ પીએફ એકાઉન્ટ પર લાગુ થાય છે, જેમાં 1000 રૂપિયા અથવા તેનાથી ઓછી રકમ જમા છે. આ કેસમાં EPFO દ્વારા કોઈ ડોક્યુમેન્ટ કર્યા વગર રકમ જમા કરી દેવામાં આવશે. એકાઉન્ટ હોલ્ડરને કોઈ અરજી જમા કરવા કે કોઈ કાર્યાલયમાં જવાની જરૂર નથી, કારણ કે આ એકાઉન્ટથી રકમ સીધી સંબંધિત બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
31 લાખ એકાઉન્ટની થઈ ઓળખ
હાલમાં આવા ઈનએક્ટિવ EPFO એકાઉન્ટની સંખ્યા લગભગ 31 લાખ છે, જેની ઓળખ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી લગભગ 6 લાખ એકાઉન્ટ એવા છે જેમાં 1000 રૂપિયાથી ઓછી રકમ જમા છે. આ પૈસાને આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે અન્ય એકાઉન્ટમાં પૈસા હપ્તામાં પરત કરવામાં આવશે.
પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે
શ્રમ મંત્રાલય તરફથી લેવામાં આવેલો આ નિર્ણય લાખો પીએફ એકાઉન્ટને સીધી રીતે રાહત પહોંચાડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હાલમાં તેને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહ્યો છે. જો તે યોગ્ય રીતે ચાલશે તો આ મોડલને અન્ય 25 લાખ નિષ્ક્રિય એકાઉન્ટ પર પણ લાગુ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે જો કોઈ EPFO એકાઉન્ટમાં સતત 3 વર્ષ સુધી કોઈ લેણદેણ થઈ નથી તો તેને નિષ્ક્રિય એકાઉન્ટ માનવામાં આવે છે. જો કે આ એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં પણ આવી શકે છે, તેના માટે નવી નોકરી જોઈન કરવા પર જુના UANને નવા એમ્પ્લોયર સાથે લિંક કરવું પડશે.
આ પણ વાંચો : Pakistan News: લોટ અને ચોખા બાદ હવે પાડોશીઓના થાળીમાંથી કઠોળ પણ થયુ ગાયબ
