
Recalling Bandung 1955: નવી દિલ્હીમાં 16થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી India AI Impact Summitને આધુનિક ભારતના ટેક્નોલોજિકલ આત્મવિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે. આ સમિટની સફળતા યાદ અપાવે છે કે, 70 વર્ષ અગાઉ ભારત ભૂખ્યા વિશ્વનો હિસ્સો ગણાતું હતું. અને એ દિવસોમાં ભારતની જ પહેલથી સમગ્ર વિશ્વનો અવાજ ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં બુલંદ બન્યો હતો. વાત છે 18થી 24 એપ્રિલ, 1955 દરમિયાન યોજાયેલી ‘બાંડુંગ સમિટ’ની, જેમાં નવા સ્વતંત્ર થયેલા એશિયન અને આફ્રિકન દેશોએ એકઠા થઈને વસાહતવાદ એટલે કે કોલોનિયાલિઝમ સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પરિષદ ભૂખ્યા અને શોષિતોનો અવાજ ગણાવાયો હતો. એવી જ રીતે, 2026માં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ એ ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતની જ પહેલ છે.
