Gujarat News: નવી મેટ્રો ટ્રેન અને ઈલેકટ્રીક બસોની ડિલિવરી આગામી જૂનમાં મળશે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. આ પહેલા આ ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરિવહન સેવાઓમાં સરકાર દ્વારા મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લઈને સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નવી મેટ્રોની ડિલિવરી જૂનમાં મળશે. જ્યારે નવી ઈલેક્ટ્રિક બસોની ડિલિવરી પણ જૂન 2026માં મળશે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઇ તૈયારી

અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સના આયોજન પહેલા સરકાર સુવિધાઓમાં મોટા સુધારા કરી રહી છે. ખાસ કરીને પરિવહન સેવાઓમાં મોટો સુધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મેટ્રો અને બસોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નવી મેટ્રોની ડિલિવરી જૂનમાં મળશે. જ્યારે નવી ઈલેક્ટ્રિક બસોની ડિલિવરી પણ જૂન 2026માં મળશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં પરિવહન સેવામાં વધુ 1960 નવી ઈલેકટ્રીક બસો ઉમેરશે. મેટ્રો અને બસના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે.

2027 સુધીમાં 1960 ઈલેક્ટ્રીક બસો ઉમેરવા નિર્ણય

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2027 સુધીમાં 1960 ઈલેક્ટ્રીક બસો ઉમેરવા નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ 660 ઈલેક્ટ્રીક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં 2700 ઈલેક્ટ્રીક બસો ઉમેરવાનું લક્ષ્ય છે. જેના કારણે શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે અને પરિવહન સેવા વધુ ઝડપી અને મજબૂત બનશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડનારી ટ્રેન અને બસો દ્વારા લોકો સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં પરિવહન સેવામાં મોટો સુધારો કરવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Surat News: અનાથ હોવાનું કહી રત્નકલાકાર સાથે લગ્ન કરાવ્યા, પાંચમા દિવસે યુવતી 2 લાખ લઈ ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *