Gujarat News: લખનઉથી દુબઈની ફ્લાઈટ રીટર્ન થતાં અમદાવાદ પહોંચી, બિઝનેસ માટે આવેલો કતરનો યુવક અટવાયો

📅 Published: March 3, 2026 | 📂 Category: gujarat-news

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કતરનો એક યુવક અમદાવાદમાં ફસાયો છે. આ યુવક ગત 22 ફેબ્રુઆરીએ બિઝનેસ માટે ભારત આવ્યો હતો. તેને 28 ફેબ્રુઆરીએ દુબઈ જવાનું હતું. આ ફ્લાઈટ દુબઈ જવાને બદલે સીધી જ અમદાવાદ આવી ગઈ હતી. જેથી યુવક અમદાવાદમાં અટવાયો છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે યુવક અટવાયો

ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને કતરનો એક યુવક અમદાવાદમાં ફસાયો છે. આ યુવક ગત 22 ફેબ્રુઆરીએ બિઝનેસ માટે ભારત આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તે લખનઉથી દુબઈ જવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો. પરંતુ યુદ્ધની સ્થિતિને જોતા જ ફ્લાઈટ સીધી જ અમદાવાદ આવી ગઈ હતી. આ યુવકે સરકાર પાસે કુવૈત જવાની વ્યવસ્થા થાય તેવી માગ કરી છે.

મને એરપોર્ટની બહાર છોડી દેવામાં આવ્યો

આ યુવકે કહ્યું હતું કે, મને એરપોર્ટની બહાર છોડી દેવામાં આવ્યો છે. હવે ફ્લાઈટ દુબઈ જઈ રહી છે. મારી પત્ની અને ત્રણ બાળકો કતરમાં છે. મારો પરિવાર કતરમાં એકલો છે મને તેમની ચિંતા થાય છે. મને અહીંથી કુવૈત જવા માટે વ્યવસ્થા થાય તેવું કરો તેવી મારી માગ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *