Gujarat News: વિધાનસભા બાદ અમદાવાદની પાંચ સ્કૂલો સહિત મુંદ્રા પોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

📅 Published: March 18, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આજે સત્ર શરૂ થાય તે પહેલા જ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઈલને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પાંચ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી આ પ્રકારની ધમકી મળતાં પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.

અમદાવાદની પાંચ સ્કૂલોમાં ધમકી

અમદાવાદમાં મહારાજા અગ્રસેન અને આનંદ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. 10માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

કચ્છના પોર્ટ વિસ્તારને પણ ધમકી

આ ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટ અને એલપીજી ટેન્કર્સ પર પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે. કચ્છના પોર્ટ વિસ્તારને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ પ્રકારના સતત આવી રહેલા મેઈલને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ બોર્ડની પરીક્ષા પણ ચાલુ હોવાની વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *