Gujarat Weather Update: આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, સાંજ સુધીમાં ભારે પવન ફૂંકાશે

📅 Published: March 18, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. 18થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત જોવા મળી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે. આકાશ વાદળછાયુ રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં રાહત મળશે. આવતી કાલે પશ્ચિમી વિક્ષેપ વધુ સક્રિય બનવાથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબીમાં વરસાદનું એલર્ટ અપાયું છે. 19 અને 20 માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં આજે ગરમીથી આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા અને ભુજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી અને અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ Gujarat News: વિધાનસભા બાદ અમદાવાદની પાંચ સ્કૂલો સહિત મુંદ્રા પોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *