Gujarat Weather Update: બપોરે એક વાગ્યા સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

રાજયમાં આજથી ગરમીનું વધશે જોર તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હવે રાજ્યમાં વરસાદની શક્યતાઓ નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વાતાવરણ ધૂંધળું રહી શકે છે. આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ દ્વારા વેધર બુલેટિન જાહેર કરાયું છે. સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વેધર બુલેટિન પ્રમાણે આગામી ત્રણ કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફારો આવ્યા હતાં.હવે વરસાદની કોઈ શક્યતાઓ નહીં હોવાથી દિવસના તાપમાનમાં વધારો થશે.

આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

રાજ્યમાં અમદાવાદ, કેશોદમાં 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.રાજકોટ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી, ગાંધીનગર, ભુજ, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગુજરાતમાં હાલ પૂરતું વરસાદનું સંકટ ટળ્યું છે, અને આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો હતો.

આ પણ વાંચોઃ Surat News : અલ્બેનિયાના નકલી વિઝા આપી સુરતના એજન્ટ સાથે રૂ.39 લાખની છેતરપિંડી કરાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *