Gujarat Weather Update: રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

📅 Published: March 10, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. શહેરમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં રાતના સમયે ઉકળાટ રહેશે. ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.

માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો

રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો છે. ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાના લોક ડાઉન જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યાં છે. સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકોએ ભર બપોરે બહાર નીકળવાનું ટાળ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ભાજપ આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપશે, જાણો આ વખતે કોનું પત્તુ કપાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *