T20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ સેમીફાઈનલ જીતીને ન્યુઝીલેન્ડ ફાઈનલમાં પહોંચી ગયું છે. બીજી ટીમનો નિર્ણય આજે થશે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક હશે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ફક્ત શ્રીલંકાએ જ આ સિદ્ધિ મેળવી છે, અને હવે ટીમ ઈન્ડિયા પાસે પણ તક છે. તમને જણાવી દઈએ કે જો ટીમ ઈન્ડિયા આવું કરે છે, તો તે ઈતિહાસ રચશે.
યજમાન રાષ્ટ્રે ફક્ત એક જ વાર રમી છે T20 વર્લ્ડકપ ફાઈનલ
2007થી આયોજિત તમામ T20 વર્લ્ડકપમાં ફક્ત એક જ વાર કોઈ યજમાન દેશ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયા પાસે બીજી વખત આવું કરવાની તક છે. 2012માં શ્રીલંકાએ T20 વર્લ્ડકપનું આયોજન કર્યું હતું અને શાનદાર પ્રદર્શન કરતાં શ્રીલંકા ફાઈનલમાં પહોંચ્યું હતું. પરંતુ જ્યારે તેનો સામનો ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે થયો ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો. આ એકમાત્ર એવો સમય હતો જ્યારે કોઈ યજમાન દેશ T20 વર્લ્ડકપનું ટાઈટલ જીતવાની ખૂબ નજીક પહોંચ્યું હોય, પરંતુ શ્રીલંકાની ટીમ તેને ચૂકી ગઈ.
ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસનું કમબેક કરવાની શાનદાર તક
જો ટીમ ઈન્ડિયા આજે T20 વર્લ્ડકપ 2026માં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ જીતી જાય છે, તો તે શ્રીલંકા જેવી સિદ્ધિ મેળવનારી વિશ્વની બીજી ટીમ બનશે, પરંતુ આમ કરવા માટે તેને ઈંગ્લેન્ડના પડકારને પાર કરવો પડશે. જો ટીમ ઈન્ડિયા ફાઈેનલમાં પહોંચે છે અને ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીતે છે, તો તે આવું કરનારી વિશ્વની પહેલી ટીમ બનશે.
પહેલીવાર આ ટાઈટલ જીતનાર યજમાન રાષ્ટ્ર પણ બની શકે છે ભારત
T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે કોઈ યજમાન રાષ્ટ્ર આ ટુર્નામેન્ટ જીતી શક્યું હોય. હવે ભારત પાસે આવું કરવાની તક છે. T20 વર્લ્ડકપમાં પણ એવું ક્યારેય બન્યું નથી કે કોઈ ટીમ સતત 2 વાર ટાઈટલ જીતવામાં સફળ રહી હોય. ભારત પાસે પણ પહેલી વાર આ સિદ્ધિ હાંસલ કરવાની તક હશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પહેલી વાર ICC ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. પોતાની પહેલી જ ટુર્નામેન્ટમાં તે પોતાની ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં સફળ રહ્યો છે. આ સફર કેટલી આગળ વધે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: NZ Vs SA: મિચેલના કેચ પર શરૂ થયો વિવાદ, એડન માર્કરામ ખરેખર આઉટ થયો? જુઓ VIDEO
