કઈ ટીમ ICC T20 વર્લ્ડ કપ 2026 ટ્રોફી જીતશે? આ સવાલનો જવાબ આપવા માટે ફક્ત એક મેચ બાકી છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
અહીં જે ટીમ જીતશે તે ટાઈટલનો દાવો કરશે. આ જ કારણ છે કે બંને ટીમો આગામી મેચ માટે સખત તૈયારી કરી રહી છે. બંને ટીમો ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ચૂકી છે. મહત્વપૂર્ણ મેચ પહેલા તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ટાઈટલ જીતવા માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે નહીં.
સંજુ સેમસન સાથે ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરશે!
ફાઈનલમાં સંજુ સેમસન સાથે ઈશાન કિશન ઇનિંગની શરૂઆત કરી શકે છે. ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન અભિષેક શર્માને સતત તકો આપવામાં આવી છે, પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ઉતર્યો નથી. આ દરમિયાન સંજુ સેમસન અને ઈશાન કિશન તેમની તકોનો લાભ ઉઠાવી રહ્યા છે. પરિણામે એવું લાગે છે કે કેપ્ટન અને કોચ ફાઈનલમાં સેમસન-કિશન જોડી સાથે આગળ વધે તેવી શક્યતા છે.
કેપ્ટન સૂર્યા, તિલક વર્મા અને રિંકુ સિંહ મિડલ ઓર્ડરમાં મચાવશે ધૂમ
મિડલ ઓર્ડરની જવાબદારી મુખ્યત્વે કેપ્ટન સૂર્યા, તિલક વર્મા અને રિંકુ સિંહ સંભાળશે. કેપ્ટન સૂર્યાનું પ્રદર્શન ચાલુ ટુર્નામેન્ટમાં ખરાબ રહ્યું છે, પરંતુ તેમને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શરૂઆતની મેચોમાં નિષ્ફળતા બાદ તિલક વર્માએ પોતાનું ફોર્મ શોધી કાઢ્યું છે. રિંકુ સિંહની બેટિંગ દુનિયાભરમાં જાણીતી છે. ખૂબ જ ઓછા સમયમાં તેને મેચને સમાપ્ત કરવાની કળામાં ધરાવે છે.
આ ત્રણેય ઓલરાઉન્ડર ભારતીય ટીમની છે તાકાત
ભારતીય ટીમ ફાઈનલમાં ત્રણ ઓલરાઉન્ડરોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. આ ઓલરાઉન્ડરો બીજું કોઈ નહીં પણ હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ છે. ત્રણેય ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી મેચનો માર્ગ બદલવામાં એક્સપર્ટ છે. તેઓ ચાલુ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.
બુમરાહ સહિત આ બોલરો બોલિંગની જવાબદારી સંભાળશે
પેસ આક્રમણ મુખ્યત્વે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહના ખભા પર રહેશે. બંને બોલરોએ ચાલુ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. વરુણ ચક્રવર્તીને મુખ્ય સ્પિનર તરીકે તક મળી શકે છે. વરુણ ચક્રવર્તીની કરિશ્માઈ બોલિંગ જાણીતી છે.
ફાઈનલ મેચ માટે સંભવિત ભારતીય પ્લેઈંગ ઇલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
