IND Vs SA: અક્ષર પટેલને બહાર કરવો સાબિત થયો ખોટો નિર્ણય? આ બાબતે કોચ સ્ટાર ખેલાડીનો આપ્યો સાથ!

📅 Published: February 23, 2026 | 📂 Category: sports

સાઉથ આફ્રિકા સામેની સુપર 8 મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવને બધાને હેરાન કરી દીધા. વાઈસ કેપ્ટન અક્ષર પટેલને બહાર રાખીને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી હતી, પરંતુ આ પગલું ઉલટું પડ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે આ નિર્ણય પર સવાલો ઉભા થયા છે. મેચ પછી ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે આ પસંદગી પાછળની રણનીતિનો ખુલાસો કર્યો. તેમને કહ્યું કે ટીમ કોમ્બિનેશન અને સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરમાં ઘણા લેફ્ટ હેન્ડના બેટ્સમેનોની હાજરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોચના મતે ઘણી વિચાર-વિમર્શ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે સાઉથ આફ્રિકા માટે સૌથી મોટો ખતરો ક્વિન્ટન ડી કોક, રિયાન રિકલ્ટન અને ડેવિડ મિલર હશે. ત્રણેય લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે. તેથી ટીમે પાવરપ્લેમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઓફ-સ્પિન વિકલ્પને પ્રાથમિકતા આપી. રાયન ટેને કહ્યું કે જ્યારે તમારી પાસે 2 વિકલ્પ હોય છે, ત્યારે તમારે એક પસંદ કરવો પડે છે. અમને લાગ્યું કે વોશિંગ્ટન પાવરપ્લેમાં અસરકારક રીતે બોલિંગ કરી શકે છે.

જાણો કોનું છે સારું પ્રદર્શન?

પાવરપ્લેમાં સુંદરનો રેકોર્ડ લેફ્ટ હેન્ડ બેટ્સમેન સામે અક્ષર કરતાં સારો છે. સુંદરે 57 ઈનિંગમાં 23 વિકેટ લીધી છે, જ્યારે અક્ષરે 62 ઈનિંગમાં 14 વિકેટ લીધી છે. પરંતુ મિડલ ઓવરોમાં ચિત્ર ઊલટું છે. અહીં અક્ષરનો રેકોર્ડ વધુ શાનદાર છે. અક્ષરે 79 માં 63 વિકેટ લીધી છે, જ્યારે સુંદરે 48 ઈનિંગમાં 23 વિકેટ લીધી છે. જ્યારે વરુણ ચક્રવર્તી આ મેચમાં મોંઘો સાબિત થયો, ત્યારે ભારત પાસે મિડલ ઓવરોમાં મર્યાદિત વિકલ્પો હતા.

વોશિંગ્ટન સુંદરે મિડલ ઓવરોમાં ફક્ત 2 ઓવર ફેંકી, 17 રન આપ્યા. તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. નિષ્ણાતો માને છે કે જો અક્ષર રમ્યો હોત, તો તે મિડલ ઓવરોમાં 4 ઓવર ફેંકીને સાઉથ આફ્રિકાની ગતિને રોકી શક્યો હોત.

સાઉથ આફ્રિકાએ મેળવી શાનદાર જીત

એક સમયે સાઉથ આફ્રિકાના 20 રન પર હતું અને 3 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળીને ભારતીય બોલરોને હેરાન કર્યા. સાઉથ આફ્રિકા મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું અને ભારત પર દબાણ બનાવ્યું. ભારતીય બોલરો વચ્ચેની ઓવરોમાં વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવ્યો, જેનાથી શાનદાર જીત મેળવી.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *