IND Vs WI: કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામે કેમ નથી રમી રહ્યો? જાણો કારણ

📅 Published: March 1, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડ કપ 2026ની 52મી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ચાઈનામેન બોલર કુલદીપ યાદવને આ મેચમાં રમવાની તક મળી શકે છે, પરંતુ એવું થયું નહીં. કુલદીપે અત્યાર સુધી આ મેદાન પર ફક્ત એક જ મેચ રમી છે અને ત્યાં તેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.

ઈડન ગાર્ડન્સ ખાતે કુલદીપ યાદવનો રેકોર્ડ કેવો રહ્યો છે?

કુલદીપ યાદવે અત્યાર સુધીમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 1 મેચ રમી છે. તેને આ મેચ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. કુલદીપે તે મેચમાં 3 વિકેટ લીધી હતી. તેને ડ્વેન બ્રાવો, રોવમેન પોવેલ અને ક્રેગ બ્રેથવેટની વિકેટ લીધી હતી.

આ દરમિયાન કુલદીપ યાદવે આ વર્લ્ડકપમાં અત્યાર સુધીની એકમાત્ર 1 મેચ પાકિસ્તાન સામે રમી છે, જ્યાં કુલદીપ યાદવે 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2026માં ફક્ત 1 જ મેચ હારી છે

ટીમ ઈન્ડિયાએ ચાલુ T20 વર્લ્ડકપમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની બધી મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ સુપર 8 માં સાઉથ આફ્રિકા સામે તેમને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ તેને તેના આગામી સુપર 8માં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

શાઈ હોપ (વિકેટકીપર અને કેપ્ટન), રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડે, અકિલ હોસેન, ગુડાકેશ મોતી, શમર જોસેફ.

આ પણ વાંચો: IND Vs WI મેચ વરસાદને કારણે રદ્દ થાય, તો સેમીફાઈનલમાં કોને ટિકિટ મળશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *