ICC T20 વર્લ્ડકપ 2026ના સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી સુપર-8 મેચના પરિણામ દ્વારા કરવામાં આવશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 11 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટને એવો નિર્ણય લીધો કે વેસ્ટ ઈન્ડીઝ ટીમનો ઝડપી રન રેટ અચાનક થોડો ધીમો પડી ગયો.
જસપ્રીત બુમરાહે માત્ર 3 બોલમાં જ રમત પલટી નાખી
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12મી ઓવર જસપ્રીત બુમરાહને સોંપી, જેમાં પહેલા 2 બોલમાં ફક્ત 3 રન જ આવ્યા. ત્યારબાદ શિમરોન હેટમાયર જસપ્રીત બુમરાહના ઓવરના ત્રીજા બોલને સમજી શક્યો નહીં, બેટથી કટ અડીને બોલ સીધો વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ગયો.
આ સાથે વેસ્ટ ઈન્ડિઝે મેચમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. ચોથા બોલે સિંગલ ફેંક્યો, જ્યારે પાંચમો બોલ ઓપનિંગ બેટ્સમેન રોસ્ટન ચેઝને ફેંકવામાં આવ્યો, તેને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ શોર્ટ કવર પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા કેચ આઉટ થયો. આ સાથે રોસ્ટન ચેઝ 25 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 12મી ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 3 વિકેટે 103 રન હતો.
કોલકાતામાં ટીમ ઈન્ડિયાનો શાનદાર છે રેકોર્ડ
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો T20 ઈન્ટરનેશનલ મેચોમાં પ્રભાવશાળી રેકોર્ડ છે, જ્યાં તેને 8 મેચ રમી છે અને 7માં જીત મેળવી છે. આમાંથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે 4 મેચ રમી છે, જે બધી જીતી છે. તેથી ટીમ ઈન્ડિયા આ મેચમાં પણ આ રેકોર્ડ જાળવી રાખવાનું ટાર્ગેટ રાખશે.
આ પણ વાંચો: IND Vs WI મેચ વરસાદને કારણે રદ્દ થાય, તો સેમીફાઈનલમાં કોને ટિકિટ મળશે?
