IND Vs ZIM: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઝિમ્બાબ્વે સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા થશે 2 ફેરફાર!

📅 Published: February 25, 2026 | 📂 Category: sports

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મહત્વપૂર્ણ T20 વર્લ્ડકપ 2026 મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. આ સુપર 8 મેચ નક્કી કરશે કે ભારતીય ટીમ આ વર્ષના વર્લ્ડકપમાં આગળ વધે છે કે તેની સફર અહીં જ સમાપ્ત થશે. આ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળે તેવી શક્યતા છે.

ઓછામાં ઓછા 2 ફેરફારો પહેલાથી જ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે અને બાકીના ખેલાડીઓ સામે કેપ્ટન સૂર્યકુમાર યાદવ શું નિર્ણય લે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ 26 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે રમાશે

T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયા તેની આગામી સુપર 8 મેચ 26 ફેબ્રુઆરીએ રમશે. આ દિવસે ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને ટોસ અડધો કલાક વહેલો સાંજે 6:30 વાગ્યે થશે. આ દરમિયાન સમાચાર છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર થઈ શકે છે.

ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ અત્યાર સુધી કોઈપણ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી, ભલે ગમે તે ઓપનર ટીમમાં આવ્યો હોય. અભિષેક શર્માથી લઈને ઈશાન કિશન સુધી, દરેક જણ રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. સંજુ સેમસન એક મેચમાં રમ્યો અને તે સારી શરૂઆત કર્યા પછી આઉટ થયો.

સંજુ સેમસન ફરી શકે છે પરત

હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ ત્રણેય ખેલાડીઓને એક જ સમયે તક આપી શકે છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન ફરીથી ઈનિંગની શરૂઆત કરી શકે છે, જ્યારે ઈશાન કિશનને ત્રીજા નંબર પર મોકલવામાં આવી શકે છે. ઈશાન ત્રીજા નંબર પર જવાથી તિલકને ચોથા નંબર પર અને સૂર્યાને પાંચમા નંબર પર જવું પડશે. પછી સવાલ એ થાય છે કે કોને બહાર રાખવામાં આવશે. રિંકુ સિંહ આગામી મેચ ચૂકી શકે છે.

રિંકુ સિંહ ફરી એકવાર ટીમ સાથે જોડાયો

રિંકુ સિંહના પિતા બીમાર હતા, તેથી તેને એક દિવસ પહેલા જ ટીમ છોડી દીધી હતી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે તેઓ ટીમ સાથે પરત જોડાઈ ગયો છે. પરંતુ આંકડાઓ પર નજર નાખતાં જાણવા મળે છે કે જ્યારે પણ રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે, ત્યારે તેને ખૂબ જ ઓછા બોલનો સામનો કર્યો છે. વધુમાં તે બોલિંગ કરતો નથી. આ પરિસ્થિતિમાં લેફ્ટ હેન્ડના રિંકુને તક ન મળે તેવી શક્યતા છે અને રાઈટ હેન્ડના સંજુને તક આપી શકાય છે. આનાથી ટોપ 3માં લેફ્ટ હેન્ડના બેટ્સમેનોની અછત પણ કંઈક અંશે દૂર થશે.

વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલને મળી શકે છે તક

આ પછી જો આપણે અન્ય ફેરફારોની વાત કરીએ તો અક્ષર પટેલને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તક આપવામાં આવી શકે છે. અક્ષર પટેલે પહેલી 3 મેચમાં 6 વિકેટ લીધી હતી, પરંતુ તે પછી તેને અચાનક પડતો મૂકવામાં આવ્યો અને વોશિંગ્ટન સુંદર ટીમમાં આવ્યો.

પરંતુ 2 મેચ રમ્યા પછી પણ તેને હજુ સુધી 1 પણ વિકેટ લીધી નથી. આ પરિસ્થિતિમાં અક્ષર પટેલ વાપસી કરતા જોવા મળી શકે છે. પરંતુ મેનેજમેન્ટનો અંતિમ નિર્ણય ગુરુવારે સાંજે 6:30 વાગ્યે ટોસ દ્વારા નક્કી કરવામાં આવશે, જ્યારે પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: WI Vs ZIM મેચના પરિણામથી ટીમ ઈન્ડિયાને થશે ફાયદો? માત્ર એક જીતથી સેમીફાઈનલમાં એન્ટ્રી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *