IND W vs AUS W 2nd ODI : ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હરાવ્યું

📅 Published: February 27, 2026 | 📂 Category: sports

ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ હોબાર્ટ મેદાન પર રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 5 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ લક્ષ્ય 36.1 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું, જેનાથી સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી.

હરમનપ્રીત કૌરની શાનદાર પારી 

આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી. મંધાના 37 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલી જેમીમા રોડ્રિગ્સ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પાછી ફરી. પ્રતિકા પણ 81 બોલમાં છ ચોગ્ગા સાથે 52 રન બનાવીને આઉટ થઈ ગઈ, અને ભારતનો ઇનિંગ ડગમગી ગયો. દીપ્તિ શર્મા (1) અને અમનજોત કૌર (13) સસ્તામાં આઉટ થઈ ગઈ, જ્યારે રિચા ઘોષ (22), કેશવી ગૌતમ (25) અને ક્રાંતિ ગૌડ (19) તરત જ આઉટ થઈ ગઈ. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌરે એક છેડે ટકી રહી અને શાનદાર અડધી સદી ફટકારી. હરમનપ્રીતે 70 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૪ રન બનાવ્યા. તેની ઇનિંગથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 251 રનનો સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ અને અલાના કિંગે બે-બે વિકેટ લીધી.

જ્યોર્જિયા વોલે શાનદાર સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી, કેપ્ટન એલિસા હીલી ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગઈ. જોકે, તેની સાથી ઓપનર ફોબી લિચફિલ્ડ અને ત્રીજા નંબરે બેટિંગ કરતી જ્યોર્જિયા વોલે ઇનિંગ્સને સ્થિર કરી. બંનેએ આક્રમક બેટિંગ કરી, 119 રનની શાનદાર ભાગીદારી નોંધાવી અને મેચ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં ફેરવી દીધી. લિચફિલ્ડે 62 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, જ્યોર્જિયા વોલે શાનદાર સદી ફટકારી, 82 બોલમાં શાનદાર 101 રન બનાવ્યા.અંતે, બેથ મૂનીએ 31, એનાબેલ સધરલેન્ડે 10 અને એશ્લે ગાર્ડનરે અણનમ 19 રન બનાવીને ઓસ્ટ્રેલિયાનો વિજય સુનિશ્ચિત કર્યો. જ્યોર્જિયાની સદીના સહારે, ઓસ્ટ્રેલિયાએ 36.1 ઓવરમાં ફક્ત 9 વિકેટ ગુમાવીને 252 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો. ભારત માટે, કેશવી ગૌતમ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી.

આ પણ વાંચો – IND Vs ZIM : અડધી સદી બાદ વાયરલ થયું હાર્દિક પંડ્યાનું રોમેન્ટિક સેલિબ્રેશન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *