India News: રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત, ભારતીય સેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન

📅 Published: February 24, 2026 | 📂 Category: national

રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ હતી. ભારતીય સેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સેનાના સંયુક્ત શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનવરહિત હવાઈ પ્રણાલીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટ્રાઈક રોકેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમનું પ્રદર્શન કરાયું હતું.

બોફોર્સ આર્ટિલરી સિસ્ટમનું પ્રદર્શન

T-90 યુદ્ધ ટેન્ક, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમનું પ્રદર્શન,K-9 વજ્ર સ્વ-સંચાલિત હોવિત્ઝરનું પ્રદર્શન સહિત AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર, HAL ધ્રુવનું પ્રદર્શન યોજાયું હતું. આજે રાજસ્થાનના પોખરણમાં ઘાતક ફાઈટર્સ પ્લેન દ્વારા એક યુદ્ધ જેવો જ માહોલ બનાવીને અભ્યાસ કરાશે. ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમના માધ્યમથી આ વિસ્તારની હવાઈ રખેવાળી પણ કરાશે. ઉલ્લેખનીય છે કે, પોખરણમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસ દરમિયાન જોવા મળેલી આ એ જ સિસ્ટમ હોવાની વિગતો જાણવા મળી છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના જેટ અને ડ્રોન પર સતત નજર રાખવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ Cabinet Decision: કેરલનું નામ બદલીને કેરલમ.. કેબિનેટમાં મળી મંજૂરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *