ICC T20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલ આજે ગુરુવાર 5 માર્ચના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 6:30 વાગ્યે થશે. આ મેચની વિનર ટીમ રવિવાર 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ન્યુઝીલેન્ડે પહેલી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ સતત ત્રીજી વખત T20 વર્લ્ડકપ સેમીફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ઈંગ્લેન્ડ 2022માં જીત્યું હતું, જ્યારે ભારત 2024માં જીત્યું હતું. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમઈન્ડિયા સુપર 8 સ્ટેજમાં એક મેચ હારવા છતાં સેમીફાઈનલમાં પહોંચી હતી, જ્યારે હેરી બ્રુકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી અને અંતિમ 4માં પહોંચી હતી. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને ફાઈનલમાં સ્થાન મેળવવા માટે તેમની વચ્ચે રોમાંચક મેચ હશે.
India Vs England Live Score: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, જોશ બટલર થયો આઉટ
📅 Published: March 5, 2026 |
📂 Category: sports
