India Vs West Indies Live Score: વેસ્ટ ઈન્ડિઝને પહેલો ઝટકો, શાઈ હોપ થયો આઉટ

📅 Published: March 1, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડકપ 2026ની છેલ્લી સુપર 8 મેચ 1 માર્ચ એટલે કે આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. આ એક વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ છે, જેમાં વિજેતા ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે, જ્યારે હારનાર ટીમની સફર અહીં સમાપ્ત થશે. ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યા છે અને આજની મેચ નક્કી કરશે કે આ વર્લ્ડકપની ચોથી સેમીફાઈનલ ટીમ કોણ હશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને પાસે 2-2 પોઈન્ટ છે અને સેમીફાઈનલમાં પ્રવેશવાની તેમની પાસે સમાન તક છે. સુપર 8 માં ઝિમ્બાબ્વે સામે 107 રનથી મોટી જીત નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને સાઉથ આફ્રિકા સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન ભારતે સાઉથ આફ્રિકા સામે 76 રનથી મળેલી હાર બાદ મજબૂત વાપસી કરી, ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું. ફેન્સ રોમાંચક મેચ માટે તૈયાર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *