IPL 2026ના બીજા ફેઝનું શેડ્યુલ ક્યારે થશે રિલીઝ? BCCI ઉપાધ્યક્ષે આપી જાણકારી

📅 Published: March 15, 2026 | 📂 Category: sports

IPL 2026ના પ્રથમ ફેઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પહેલા 20 મેચનું શેડ્યૂલ સામેલ છે. હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટુર્નામેન્ટના બીજા ફેઝના શેડ્યૂલ અંગે એક મોટી અપડેટ આપી છે.

ચૂંટણી પંચે રવિવારે (15 માર્ચ) 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. ચૂંટણીની તારીખોને કારણે IPLનું ટાઈમટેબલ તબક્કાવાર જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું. શેડ્યૂલનો પ્રથમ ફેઝ ગયા બુધવારે (11 માર્ચે) જાહેર કરવામાં આવ્યું હતું.

IPL શેડ્યૂલ પર રાજીવ શુક્લાએ શું કહ્યું?

રાજીવ શુક્લાએ કહ્યું “ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચાર જગ્યાએ એક ફેઝમાં અને પશ્ચિમ બંગાળમાં બે ફેઝમાં મતદાન થશે. હવે IPLનું ટાઈમટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.” આ વર્ષે એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી યોજાશે, જેના માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. IPL મેચ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં રમાય છે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વધુ મેચોનું આયોજન થાય છે, જ્યારે આસામમાં ઓછી મેચોનું આયોજન થાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચો પશ્ચિમ બંગાળમાં કોલકાતા (ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ), તમિલનાડુમાં ચેન્નાઈ (એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ) અને ગુવાહાટી (આસામ)માં યોજાય છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો

આસામ ચૂંટણી – 9 એપ્રિલ 2026, પરિણામ – 4 મે 2026

તમિલનાડુ – 9 એપ્રિલ 2026, પરિણામ – 4 મે 2026

કેરળ – 9 એપ્રિલ 2026, પરિણામ – 4 મે 2026

પુડુચેરી – 9 એપ્રિલ 2026, પરિણામ – 4 મે 2026

પશ્ચિમ બંગાળ – 23 એપ્રિલ 2026 અને 29 એપ્રિલ 2026, પરિણામ – 4 મે 2026

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *