IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને આપ્યો એક ખાસ એવોર્ડ, કેપ્ટન થયો ખુશ, જુઓ VIDEO

📅 Published: March 23, 2026 | 📂 Category: sports

IPLની 19મી સીઝન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 28 માર્ચથી શરૂ થવાની છે. શુભમન ગિલ ફરી એકવાર ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમે એક વખત ટાઈટલ જીતી લીધું છે, અને હવે ટીમ બીજી ટ્રોફી જીતવાનું ટાર્ગેટ રાખશે.

ગયા વર્ષે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે રહી હતી. ટીમના કેપ્ટન શુભમન ગિલ દરેક સીઝનમાં રન બનાવી રહ્યો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં ટીમે કેપ્ટન શુભમન ગિલને ખાસ એવોર્ડથી સન્માનિત કર્યો.

શુભમન ગિલને મળ્યો ખાસ એવોર્ડ

શુભમન ગિલનું 2025નું વર્ષ બેટ સાથે શાનદાર રહ્યું. તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની છાપ છોડી, 2025માં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા, કુલ 1764 રન બનાવ્યા. તેને ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના પ્રવાસ પર પણ તેમના અગ્રણી રન-સ્કોરર તરીકે દોરી હતી. તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીએ તેને એક ખાસ એવોર્ડથી સન્માનિત કર્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમનું નામ શુભારંભ 2026 રાખવામાં આવ્યું હતું. એવોર્ડ સેરેમની દરમિયાન ગિલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો.

ગુજરાત ટાઈટન્સ બીજા ટાઈટલ પર નજર

ગુજરાતે IPL 2025માં ઉત્તમ ક્રિકેટ રમી. કેપ્ટન ગિલ બેટિંગમાં ખૂબ જ પોપ્યુલર રહ્યો હતો, તેને 15 ઈનિંગમાં 650 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 50 હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 155 હતો. સાઈ સુદર્શને પણ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ વખતે ટીમ તેના બીજા ટાઈટલનું ટાર્ગેટ રાખશે. શુભમન ગિલ પર પણ તેનું પહેલું IPL ટાઈટલ જીતવાનું દબાણ હશે. ગુજરાતની પહેલી મેચ 31 માર્ચે પંજાબ કિંગ્સ સામે થશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *