BCCIના અધિકારીઓએ 20 જાન્યુઆરીએ IPLના ગવર્નિં કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.જેમાં IPL2026 અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.ટુર્નામેન્ટ માટેના સ્થળો પર પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર IPL2026 કુલ 18 શહેરોમાં રમાઈ શકે છે.મોટાભાગની IPLફ્રેન્ચાઇઝી હવે બે સ્ટેડિયમને તેમના હોમ ગ્રાઉન્ડ તરીકે નિયુક્ત કરી શકે છે.ફેન્સ હવે જાણવા માટે ઉત્સુક છે કે શું તેમના શહેરોમાં મેચ રમાશે.
IPL 2026 ની મેચ આ શહેરોમાં રમાશે
મીડિયા રિપોર્ટ અનુસાર IPLના ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સીઝનની મેચો 18 અલગ અલગ સ્ટેડિયમમાં રમાઈ શકે છે જેમાં ચેન્નાઈ, દિલ્હી, લખનૌ, મુંબઈ (વાનખેડે), કોલકાતા, અમદાવાદ, ન્યુ ચંદીગઢ, હૈદરાબાદ, ધર્મશાળા, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, જયપુર, બેંગલુરુ, પુણે, રાયપુર, રાંચી, નવી મુંબઈ (ડીવાય પાટિલ) અને તિરુવનંતપુરમ.માર્ચ અને એપ્રિલમાં આસામ,તમિલનાડુ અને બંગાળમાં ચૂંટણીઓ યોજાવાની છે.આ કારણે,ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સને બે હોમ ગ્રાઉન્ડ બનાવવા પડશે.ઘણી અન્ય ટીમો પણ હવે બે હોમ ગ્રાઉન્ડ બનાવવા માટે તૈયાર છે.પરિણામે 10 ટીમો પાસે 18 હોમ ગ્રાઉન્ડ હશે.
ફ્રેન્ચાઇઝીઓને બે-હોમ ગ્રાઉન્ડ મળશે
સીઝન 17 સુધી,ખૂબ ઓછી ટીમો બે હોમ ગ્રાઉન્ડ ધ્યાનમાં લેતી હતી,પરંતુ વધતા દર્શકોની સંખ્યાના કારણે ફ્રેન્ચાઇઝીઓ આ મોડેલને વધુને વધુ પસંદ કરી રહી છે.BCCIપણ IPLને શક્ય તેટલા વધુ શહેરોમાં લોકો સાથે જોડવા માંગે છે.ભવિષ્યમાં દરેક ફ્રેન્ચાઇઝી પાસે બે હોમ ગ્રાઉન્ડ હોઈ શકે છે.જેનાથી વધુ ફેન્સ સ્ટેડિયમમાં આવી શકે અને IPLનો આનંદ માણી શકે. BCCIનું હાલનું ધ્યાન IPL 2026ને પહેલા કરતા પણ વધુ મોટી હિટ બનાવવા પર છે.
આ પણ વાંચો – IND vs NZ : ગુરૂનો રેકોર્ડ તોડશે ચેલો, યુવરાજ સિંહના આ રેકોર્ડ પર છે Abhishek Sharmaની નજર
