IPL 2026ની શરૂઆત પહેલા લખનઉં સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોયનકાએ કેપ્ટન રિષભ પંતને લઈને ચાલી રહેલી અફવાઓ પર મોટું નિવેદન આપ્યું છે. તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે રિષભ પંત ટીમ નથી છોડી રહ્યો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પર તે માત્ર હસી કાઢે છે.
લોકો માત્ર વ્યુઝ માટે આ કામ કરે છે
સંજીવ ગોયનકાએ કહ્યું કે IPL દરમિયાન તે સોશિયલ મીડિયાનું ‘પંચિંગ બેગ’ બની જાય છે. તેમને કહ્યું કે લોકો સતત એ અટકળો લગાવતા રહે છે કે રિષભ પંત ટીમમાં રહેશે કે નહીં. હું તે તમામ લોકો પર સ્માઈલ કરું છું. કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માત્ર વ્યુઝ માટે આ કામ કરે છે.
તમને જણાવી દઈએ કે IPL 2025માં રિષભ પંતનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. તેને ગઈ સિઝનમાં કુલ 14 મેચમાં 269 રન બનાવ્યા હતા. રિષભ પંતની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થયા હતા, કારણ કે LSG 10 ટીમમાં 7માં સ્થાને રહી હતી. ટીમને ખાસ કરીને ફાસ્ટ બોલિંગ યુનિટમાં મોટું નુકસાન થયું.
ઓક્શનમાં ટીમ બનાવવામાં પણ અમારાથી ભૂલો થઈ
સંજીવ ગોયનકાએ રિષભ પંતનો બચાવ કરતા કહ્યું કે જો કોઈ કેપ્ટનની પાસે 4 ફાસ્ટ બોલર નથી તો તે શું કરશે? તમારે સ્થિતિ જોવી પડશે, મને રિષભ પંત પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમને જણાવી દઈએ કે રિષભ પંતને IPL 2025 પહેલા 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જેના કારણે તે લીગનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો પણ મોટી કિંમત અને ઈજાના કારણે તેમનું પ્રદર્શન ખુબ જ પ્રભાવિત થયું.
સંજીવ ગોયનકાએ માન્યું કે ટીમથી ઘણી ભૂલો થઈ, ઓક્શનમાં ટીમ બનાવવામાં પણ અમારાથી ભૂલો થઈ પણ આ વર્ષે અમે તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. LSG પોતાની પ્રથમ મેચ 1 એપ્રિલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સની સામે રમશે. IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થશે.
2026 માટે મજબૂત ટીમ તૈયાર
LSG એ IPL 2026 માટે સંતુલિત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
- મયંક યાદવ ફિટનેસની નજીક
- મોહસીન ખાન અને આવેશ ખાન ઉપલબ્ધ
- એનરિચ નોર્ટજેને 2 કરોડમાં ખરીદ્યો
- જોશ ઈંગ્લિશને 8 કરોડમાં ખરીદ્યો
સંજીવ ગોયનકાએ કહ્યું, “લોકો કહે છે કે ઈંગ્લિશ માટે 8 કરોડ રૂપિયા ખૂબ વધારે છે, પરંતુ મને લાગે છે કે તે ખૂબ મોટી ડીલ છે. જો હું નોર્ટજેને 2 કરોડ રૂપિયામાં ખરીદું છું, તો મને ઈંગ્લિશ ખરીદવાની સ્વતંત્રતા મળે છે.” LSG તેની પહેલી મેચ 1 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
