Iranથી LPG ભરેલા 2 ટેન્કર ભારત આવશે, હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે

📅 Published: March 13, 2026 | 📂 Category: national

ભારતમાં રાંધણ ગેસની વધતી માંગ વચ્ચે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇરાન દ્વારા ભારતને LPG ભરેલા બે ટેન્કરો સુરક્ષિત રીતે મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ટેન્કરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગથી પસાર થઈને ભારત પહોંચશે.

ભારતમાં ઇરાનના રાજદૂત મોહંમદ ફતહાલીનો સંકેત

ભારતમાં ઇરાનના રાજદૂત મોહંમદ ફતહાલીએ સંકેત આપ્યો છે કે ઇરાન ભારતને LPG સપ્લાયમાં સહયોગ આપશે. ઇરાને જણાવ્યું છે કે ભારત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં રાખીને LPG ટેન્કરોને હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે.

ગેસની અછતની અફવાઓ

તાજેતરમાં ગેસની અછતની અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને LPG સિલિન્ડરની બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. મળતી માહિતી મુજબ યુદ્ધ પહેલા દેશમાં દરરોજ લગભગ 55.7 લાખ LPG બુકિંગ થતી હતી, જ્યારે હાલમાં આ સંખ્યા વધીને લગભગ 75.7 લાખ સુધી પહોંચી ગઈ છે.

ગભરાટમાં આવીને સિલિન્ડર બુકિંગ ન કરે

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે ગભરાટમાં આવીને સિલિન્ડર બુકિંગ ન કરે. સરકારના જણાવ્યા મુજબ દેશમાં કોઈપણ LPG ડીલર પાસે ગેસના સ્ટોકની કમી નથી અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે.

સપ્લાયની સ્થિતિ પર સતત નજર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે LPG સપ્લાયની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં પણ ગેસ પુરવઠો સુચારૂ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો—-     Iran US Israel War 2026: ભારત સરકાર ખાડી ક્ષેત્રમાંથી ભારતીયોને પરત લાવવા દૂતાવાસના સંકલનમાં વ્યસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *