ચીનની ડિફેન્સ સિસ્ટમ વિશ્વભરમાં નિષ્ફળ રહ્યા બાદ ભારત રશિયા પાસેથી વધુ 5 S-400 ડિફેન્સ સિસ્ટમના સ્ક્વોડ્રન ખરીદવા ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમે ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના અનેક વિમાનને નષ્ટ કરવા માટે પોતાની શક્તિ સાબિત કરી હતી.
ચાઈનીઝ ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેના આગળ રહી નિષ્ફળ
ગયા વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળોએ સૌથી મોટી સફળતા S-400થી મેળી છે, જેના દ્વારા સેનાએ પાકિસ્તાનના પ્લેન અને અનેક ડ્રોન નષ્ટ કરી દીધા હતા. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રાલય ટૂંક સમયમાં આ ડીલને મંજૂરી માટે આગળ લાવશે અને નવા સ્ક્વોડ્રન પૂર્વી અને પશ્ચિમી સીમાઓ પર મૂકી દેવાશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ઉપયોગ કરેલી ચાઈનીઝ ડિફેન્સ સિસ્ટમની હાલત ભારતીય સેનાએ ખરાબ કરી દીધી હતી.
2018માં પાંચ સ્ક્વોડ્રન S-400 ખરીદવાનો સોદો થયો હતો
ભારતીય S-400 સિસ્ટમે ચાર દિવસના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના પાંચથી છ ફાઈટર વિમાન અને એક અન્ય વિમાનને 300 કિલોમીટરના અંતરે નષ્ટ કર્યા, જેને ભારતીય વાયુસેના માટે ગેમ-ચેન્જર ગણવામાં આવે છે. ભારતીય વાયુસેના રશિયા પાસેથી વધુ મિસાઈલ્સ ખરીદવા માટે ચર્ચા ચાલુ રાખી રહી છે અને ટેન્ડર ફરી જાહેર કરવામાં આવશે. ભારત અને રશિયા વચ્ચે 2018માં પાંચ સ્ક્વોડ્રન S-400 ખરીદવાનો સોદો થયો હતો. હાલમાં ત્રણ સ્ક્વોડ્રન પહેલેથી જ ઓપરેશનલ છે, જ્યારે બે સ્ક્વોડ્રન બાકી છે. સાથે જ ભારતીય રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) પણ પોતાના લાંબા અંતરના ડિફેન્સ સિસ્ટમને વિકસાવવા માટે પ્રોજેક્ટ કુશા હેઠળ કાર્યરત છે.
આ પણ વાંચો : Iran War Update: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગલ્ફ દેશોએ આપ્યો સ્પષ્ટ સંકેત, જાણો શું કહ્યુ?
