ઉપરાંત, મોટી સંખ્યા માં સામાન્ય લોકો પણ માર્યા ગયા છે. જયારે, ઇરાને જવાબી કાર્યવાહી રૂપે મધ્યપૂર્વના ઘણા દેશો જેમ કે ઇઝરાઇલ, યુએઇ, બહેરેન, કતાર, કુવૈત જેવા દેશો પર મોટા હુમલા કર્યા છે. આ ભારે યુદ્ધ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાઇલના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી છે.
PM મોદીએ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ, ચાલુ સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે વિગતવાર ચર્ચા કરી. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં શત્રુતા જલ્દીથી સમાપ્ત થવી અને શાંતિ પુનઃસ્થાપિત થવી અત્યંત જરૂરી છે.
નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કોઈપણ સંઘર્ષનો સૌથી વધુ પ્રભાવ સામાન્ય લોકો પર પડે છે, તેથી તમામ પક્ષોએ સંયમ રાખી સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ. ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિક માર્ગ દ્વારા ઉકેલ લાવવા પક્ષમાં રહ્યું છે અને આ સિદ્ધાંત પર અડગ રહેશે.
પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ
બંને નેતાઓ વચ્ચે આતંકવાદ, પ્રાદેશિક સ્થિરતા અને માનવતાવાદી સહાય જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત આતંકવાદ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર દ્રઢ છે, પરંતુ સાથે સાથે માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનો માન રાખવાનો પણ આગ્રહ રાખે છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય ઝડપથી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિ માટે અપીલ કરી રહ્યો છે. ભારતે સંતુલિત અને જવાબદાર વલણ અપનાવી તમામ પક્ષોને હિંસા રોકી સંવાદની પ્રક્રિયા આગળ વધારવા અપીલ કરી છે.
વિશ્લેષકો માને છે કે ભારત અને ઇઝરાઇલ વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં લેતા આ ચર્ચા મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીની આ પહેલ દર્શાવે છે કે ભારત વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સક્રિય કૂટનીતિક ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પણ વાંચો: Iran Israel War : પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇ?
