KKRને લાગ્યો મોટો ઝટકો, હર્ષિત રાણા પછી આ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર થયો ટુર્નામેન્ટમાંથી બહાર!

📅 Published: March 21, 2026 | 📂 Category: sports

IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે.

હવે KKRનો વધુ એક ભારતીય ફાસ્ટ બોલર આગામી IPL સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ આકાશ દીપ છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથિશા પથિરાના પણ હજુ ફિટ નથી. આ પરિસ્થિતિમાં ફાસ્ટ બોલરોને વારંવાર ઈજાઓ થવી KKR માટે સમસ્યા બની રહી છે.

ઓક્સનમાં KKRએ આકાશદીપને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો

મીડિયા રિપોર્ટ મુજબ મુજબ આકાશ દીપ IPL 2026માં રમી શકશે નહીં. કોલકાતા નાઈટ રાઈડર્સના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે આકાશ દીપ આ સિઝનમાં રમશે નહીં. KKR અધિકારીએ જણાવ્યું કે “દુર્ભાગ્યવશ, તે આ આખી સિઝનમાં IPLમાંથી બહાર છે.”

29 વર્ષના બંગાળના આ ફાસ્ટ બોલરને ફ્રેન્ચાઈઝી દ્વારા ગયા વર્ષે અબુ ધાબીમાં યોજાયેલી મીની-ઓક્શનમાં તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હર્ષિત રાણાની ગેરહાજરીમાં આકાશ દીપ ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરવાના હતા. તેથી, તેની હકાલપટ્ટી KKR માટે મોટો ઝટકો છે.

આકાશ દીપ અત્યાર સુધી IPLમાં માત્ર 14 મેચ રમ્યો છે

બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આકાશ દીપ પોતાના કરિયર દરમિયાન ઈજાઓથી પીડાતો જોવા મળ્યો છે. તેને અત્યાર સુધીમાં IPLમાં 14 મેચ રમી છે, જેમાં 11.82 ના ઈકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે. તે ગત સિઝનમાં લખનૌ ટીમનો ભાગ હતો, જેમાં તેને 6 મેચ રમી હતી અને 3 વિકેટ લીધી હતી. તેને હજુ સુધી કોઈ પણ સિઝનમાં બધી મેચ રમી નથી. આકાશ દીપે 2022માં IPL માં ડેબ્યૂ કર્યું હતું.

COEમાં રિહેબિલિટેશન હેઠળ છે આકાશ દીપ

આકાશ દીપ હાલમાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન હેઠળ છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મેનેજમેન્ટ અને ફ્રેન્ચાઈઝ વચ્ચે ચર્ચા થઈ છે. KKRએ 18 માર્ચે કોલકાતામાં કેમ્પ શરૂ કર્યો હતો, પરંતુ આકાશ દીપ હાજર રહી શક્યો ન હતો. તેની ગેરહાજરી પછી ફ્રેન્ચાઈઝ કયા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *