લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે ભારત 40થી વધારે દેશો પાસેથી કાચુ તેલ ખરીદે છે. તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. ભારત પર કોઇ સંકટ નથી. દેશમાં તેલ અને ગેસની અછત નથી. ભારત પાસે પુરતુ કાચુ તેલ છે. ગેસને લઇને અમે પ્રાથમિકતા નક્કી કરી છે. હોર્મુઝ સ્ટ્રેટને કારણે 20 ટકા અવરજવર પ્રભાવિત થઇ છે.
ભારત લાંબા સમય સુધી સંકટનો સામનો કરવા તૈયાર- હરદીપ પુરી
તેમણે કહ્યું કે ગેસ સિલિન્ડરને લઇને પેનિક થવાની જરૂર નથી. એમ પણ કહ્યું કે સ્થિતિને લઇને રાજ્ય સરકારોને જાણકારી આપવામાં આવી રહી છે. ભારત લાંબા સમય સુધી સંકટનો સામનો કરવાની તાકાત ધરાવે છે. દેશમાં કોઇ પેટ્રોલ ડીઝલની અછત નથી. આ સમય અફવા ફેલાવવાનો નથી. કોર્મશિયલ ગેસનું સપ્લાય આજથી શરૂ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ શું કર્યા હતા આક્ષેપ?
ઉલ્લેખનીય છે કે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલગાંધીએ કહ્યું કે ઇરાન અને ઇઝરાયલ અમેરિકા યુદ્ધનું પરિણામે સ્થિતિ ગંભીર થવાની છે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગેસની અછતથી લોકો પરેશાન છે. હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાને આરે છે.
તેમણે એમ પણ કહ્યું કે શું અમેરિકા નક્કી કરશે કે ભારત તેલ અને ગેસ ક્યાંથી ખરીદે. રશિયાથી તેલ ખરીદવુ કે નહીં તે શું અમેરિકા નક્કી કરશે ? તેમણે એમ પણ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. 20 ટકા તેલ તો ત્યાંથી જ આવે છે. ગેસની અછત છે. આ તો હજી શરૂઆત છે
કાળાબજારને કારણે દેશમાં ગભરાટ
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, “કાળાબજારને કારણે દેશમાં ગભરાટ છે. ઘરેલુ ગેસનું ઉત્પાદન 28 ટકા વધ્યું છે. વૈકલ્પિક માર્ગો દ્વારા ક્રૂડ તેલ સતત આવી રહ્યું છે. ભારત લાંબા ગાળા માટે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે એક સમિતિ પણ બનાવી છે, જે તમામ પક્ષો સાથે વાત કરી રહી છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું, ઘરેલું પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. બુકિંગથી ડિલિવરી સુધીનો પ્રમાણભૂત સમય 2.5 દિવસ રહે છે. અનધિકૃત ડાયવર્ઝન અટકાવવા માટે, OTP-આધારિત ડિલિવરી પ્રમાણીકરણ 50 ટકાથી વધારીને 90 ટકા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Shani Asta 2026: 13 માર્ચથી શનિદેવ થશે અસ્ત, આ 3 રાશિએ 35 દિવસ રહેવું પડશે સાવધાન
