
LPG Cylinder Shortage: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈઝરાયલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. જો LPGની સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી 2 દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે.
આવતીકાલે શહેરમાં હોટલ્સ બંધ રહેશે: બેંગલુરુ હોટલ્સ એસોસિએશન
