LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


– મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધની અસર: લોકોએ એલપીજી માટે લાઈનો લગાવી

– દેશમાં કાળાબજારમાં એલપીજી ચાર ગણો મોંઘો થયો: લોકો કોલસા, કેરોસીન, ચૂલા, સ્ટવ, ઈલેક્ટ્રિક સાધનો તરફ વળ્યા

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હાલ બંધ થવાની કોઈ શક્યતા જણાતી નથી ત્યારે તેની અસર ભારતમાં લોકોના રસોડા અને ખીસ્સા સુધી થવા લાગી છે. દેશમાં રાંધણ ગેસનો પૂરતો પૂરવઠો હોવાની કેન્દ્ર સરકારની જાહેરાતો છતાં દેશમાં એલપીજી માટે અરાજક્તા જેવી સ્થિતિ છે. લોકો અનેક શહેરોમાં ઘરેલુ રાંધણ ગેસ માટે લાઈનો લગાવી રહ્યા છે તો બીજીબાજુ કમર્શિયલ એલપીજીના અભાવે હોટેલ-રેસ્ટોરાં બંધ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં ઘરેલુ વપરાશ માટે ફરી એક વખત કેરોસીન અને હોટેલો તથા રેસ્ટોરાં માટે કોલસાનો વપરાશ શરૂ થયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *