Milet Festival 2026 : ગુજરાતના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નો પ્રારંભ થશે

📅 Published: March 21, 2026 | 📂 Category: gujarat-news

આ વેળાએ રાજ્યના પૂર્વ સહકાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં ૮૫ અને અન્ય શહેરોમાં ૬૨૦ મળી રાજ્યભરમાં કુલ ૭૦૦થી વધુ સ્ટોલ્સ વિવિધ ખેડૂતો, FPO અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો સીધો અને યોગ્ય ભાવ મળશે.

આ ઉપરાંત વિવિધ મહાનગરોમાં પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને “મિલેટ મહોત્સવ”નો પ્રારંભ કરાવશે.

– વાપી મહાનગરપાલિકા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ

– મહેસાણા મહાનગરપાલિકા ખાતે મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી

– રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

– નવસારી મહાનગરપાલિકા ખાતે મંત્રી નરેશભાઈ પટેલ

– પોરબંદર મહાનગરપાલિકા ખાતે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

– જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રદ્યુમન વાજા

– વડોદરા મહાનગરપાલિકા ખાતે મંત્રી મનીષાબેન વકીલ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ

– સુરત મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા

– ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા

– ભાવનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા

– ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા

– નડિયાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા

– સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા

– મોરબી મહાનગરપાલિકા ખાતે ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલસિંહ રાજપૂત

– જામનગર મહાનગરપાલિકા ખાતે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે.

મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનુરોધ 

આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણ જમાવશે. નાગરિકો અહીં મિલેટની શુદ્ધ બનાવટો ખરીદી શકશે અને મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનો પણ સ્વાદ માણી શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને વેગ આપવા માટે “ધરતીનું સોનું —શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ”ના મંત્ર સાથે આયોજિત આ મિલેટ મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો તેમજ મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, માછલી કાઢવા માટે માછીમારો આવ્યા સામસામે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *