MS Dhoniને મેદાનમાં પ્રવેશતા જોઈને રડી પડી ફીમેલ ફેન, વાયરલ થયો VIDEO

📅 Published: March 22, 2026 | 📂 Category: sports

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ બંને ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું. એમએસ ધોની ફક્ત ચેન્નાઈનું નામ નથી, પરંતુ CSK ફેન તેના દિવાના છે.

આ કાર્યક્રમ દરમિયાન એમએસ ધોનીએ MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પગ મૂકતાંની સાથે જ આખું સ્ટેડિયમ તેના નામથી ગુંજી ઉઠ્યું. કેટલાક ફેન્સ એમએસ ધોનીને જોઈને ભાવુક પણ થઈ ગયા.

માહીને જોઈને ફીમેલ ફેન રડી પડી

સીઝન 19 ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે “રોર 2026” નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ માટે ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડીઓ મેદાન પર સાથે જોવા મળ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમના સુપરસ્ટાર મહેન્દ્ર સિંહ ધોની સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળે છે.

આ કાર્યક્રમમાં માહી મેદાન પર ઉતરતાની સાથે જ આખા સ્ટેડિયમમાં તેનું નામ ગુંજ્યું. વીડિયોમાં એક ફીમેલ ફેન એમએસ ધોનીને જોઈને રડી પડી. અન્ય ફેન્સ પણ ભાવુક થતા જોવા મળ્યા. આ કાર્યક્રમમાં એમએસ ધોની અને સુરેશ રૈનાને ફરી સાથે જોઈને ફેન્સ ણ ખૂબ ખુશ થયા.

આ કાર્યક્રમમાં દિગ્ગજો મળ્યા જોવા

તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડીઓ જેમ કે મેથ્યુ હેડન, મુરલી વિજય, પાર્થિવ પટેલ, એસ બદ્રીનાથ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, મુથૈયા મુરલીધરન, શાદાબ જકાતી, લક્ષ્મીપતિ બાલાજી અને જોગિન્દર શર્મા જોવા મળ્યા હતા.

આ દરમિયાન હસીએ ચેન્નાઈના વર્તમાન કેપ્ટન રુતુરાજ ગાયકવાડના બોલ પર એક શક્તિશાળી શોટ રમ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ધોની અને અન્ય ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ધોની વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો, અને બધા ભૂતપૂર્વ બેટ્સમેનોએ પણ બેટિંગ કરતી વખતે મજા કરી હતી.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *