Mukul Roy : બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયનું 71 વર્ષની ઉંમરે નિધન

📅 Published: February 23, 2026 | 📂 Category: national

તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ માહિતીની પુષ્ટિ કરી છે. જણાવ્યા મુજબ હાર્ટ એટેક (કાર્ડિયક અરેસ્ટ)ના કારણે તેમનું નિધન થયું. શુભ્રાંશુ રોયે જણાવ્યું કે તેમના પિતા ઘણા સમયથી વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવાર મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

મુકુલ રોયે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત બંગાળમાં યુથ કોંગ્રેસથી કરી હતી

મુકુલ રોયે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત બંગાળમાં યુથ કોંગ્રેસથી કરી હતી. ત્યારબાદ તૃણમુલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાં સામેલ રોય લાંબા સમય સુધી મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીના નજીકના સહયોગી રહ્યા. મમતાએ શરૂઆતમાં તેમને પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા. બાદમાં તેઓ દિલ્હીમાં TMCનો મોટો ચહેરો બનીને ઊભા રહ્યા. વર્ષ 2006માં તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા અને 2009થી 2012 સુધી ઉચ્ચ સભામાં પાર્ટીના નેતા રહ્યા. જોકે નવેમ્બર 2017માં રોયે TMC છોડી BJPમાં જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં TMCને મજબૂત બનાવવામાં મુકુલ રોયની મહત્વપૂર્ણ ભૂમિકા રહી

પશ્ચિમ બંગાળમાં TMCને મજબૂત બનાવવામાં મુકુલ રોયની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું માનવામાં આવે છે. 2011ની વિધાનસભા ચૂંટણીમાં TMC સત્તામાં આવવાનું એક મોટું કારણ પણ તેમની સંગઠન ક્ષમતા માનવામાં આવે છે. તે સમય દરમિયાન ઘણા CPM અને કોંગ્રેસના નેતાઓએ પાર્ટી બદલીને TMCમાં જોડાયા હતા. કહેવાય છે કે કોંગ્રેસ અને ડાબેરી દળોના અનેક મોટા નેતાઓને TMCમાં લાવવામાં રોયનો મોટો ફાળો હતો. જોકે પાર્ટી સંબંધિત કેટલાક નિર્ણયો પર તેમની અને મમતા બેનર્જી વચ્ચે મતભેદ થયા બાદ તેઓ BJPમાં જોડાયા.

TMCની સ્થાપના બાદ મમતા બેનર્જી સાથે મળીને સંગઠન ઊભું કર્યુ

મુકુલ રોયે જાન્યુઆરી 1998માં TMCની સ્થાપના બાદ મમતા બેનર્જી સાથે મળીને સંગઠન ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે બંનેએ યુથ કોંગ્રેસમાંથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. મમતાએ પાર્ટી બનાવતાં જ રોયને મહાસચિવ બનાવ્યા અને દિલ્હીમાં પાર્ટીનું મુખ્ય ચહેરું તરીકે મોકલ્યા. બાદમાં તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વપૂર્ણ નેતા તરીકે ઊભા રહ્યા. 2006માં રાજ્યસભામાં ચૂંટાયા બાદ 2009થી 2012 સુધી પાર્ટીના નેતા રહ્યા.

આ પણ વાંચો: Pakistan Airstrikes Afghan Border: અફગાન સરહદ પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 19 લોકોનાં મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *