Mumbai એરપોર્ટ પર દાણચોરી ઝડપાઈ, 2 કરોડની કિંમતનો નશીલો પદાર્થ પકડાયો

📅 Published: March 21, 2026 | 📂 Category: national

મુંબઈ એરપોર્ટ પર દાણચોરીનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં સીઆઈએસએફ (CISF)ના જવાનોની સતર્કતાથી નશીલા પદાર્થોની હેરફેરનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. નિયમિત ચેકિંગ દરમિયાન એક લોડરની બેગમાંથી શંકાસ્પદ સામગ્રી મળી આવતાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી આશરે 2 કિલો હાઈડ્રોપોનિક વીડ જપ્ત કરવામાં આવ્યું છે.

આ નશીલા પદાર્થનો ગેરકાયદેસર વેપાર મોટાપાયે થઈ રહ્યો છે

આંતરરાષ્ટ્રીય બજારમાં આ નશીલા પદાર્થની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારનું વીડ અત્યંત હાઈ-ક્વોલિટીનું માનવામાં આવે છે અને તેનું ગેરકાયદેસર વેપાર મોટાપાયે થતો હોય છે. સીઆઈએસએફ જવાનોની ચુસ્ત કામગીરીને કારણે આ દાણચોરીનો પ્રયાસ સમયસર પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી અને સમગ્ર મામલો તેમને સોંપવામાં આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી આ નશીલા પદાર્થને ગેરકાયદેસર રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ રેકેટ પાછળ અન્ય કોણ સંડોવાયેલા છે. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત કરી છે. અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને નશીલા પદાર્થોની જાળને સંપૂર્ણ રીતે ભેદવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત, વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ મુદ્દે કરી ચર્ચા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *