ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને સામાજિક કાર્યકર નીતા અંબાણીને કાલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ દ્વારા પ્રતિષ્ઠિત ‘હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ભવ્ય સમારોહમાં આશરે 40,000 આદિવાસી બાળકો હાજર રહ્યા, જેમણે નીતા અંબાણીનું સ્વાગત કર્યું.
<a href="
==” target=”_blank”>
==
નીતા અંબાણીએ કહ્યું ‘આ સન્માન મારા માટે અત્યંત વિશેષ’
કાલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન બાળકોના ઉત્સાહભર્યા ચીયર્સ, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત નૃત્યોએ સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો. આ પ્રસંગે નીતા અંબાણીએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે આ સન્માન તેમના માટે અત્યંત વિશેષ છે. તેમણે પોતાના સંબોધનમાં ખાસ કરીને છોકરીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે “છોકરીઓ છોકરાઓ જેટલું જ બધું મેળવી શકે છે.” તેમણે યુવાનોને સપનાઓ જોવા અને તેને સાકાર કરવા માટે પ્રેરણા આપી.
શિક્ષણ અને સશક્તિકરણ દ્વારા જ દેશનો વિકાસ શક્ય
નીતા અંબાણીએ પોતાના સંદેશમાં સમાવેશી, સમાનતાપૂર્ણ અને સમૃદ્ધ ભારતની દ્રષ્ટિ રજૂ કરી. તેમણે કહ્યું કે શિક્ષણ અને સશક્તિકરણ દ્વારા જ દેશનો વિકાસ શક્ય છે અને ખાસ કરીને પછાત વર્ગના બાળકોને આગળ લાવવું જરૂરી છે. આ સમારોહ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ યુવાનોને પ્રેરણા આપતો અને સમાજમાં સમાનતા અને શિક્ષણના મહત્વને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો.
આ પણ વાંચો : Gautam Adani ખરીદશે વધુ એક કંપની, NCLTએ રિઝોલ્યુશન પ્લાનને આપી દીધી મંજૂરી
