NZ Vs SL: ન્યુઝીલેન્ડે સામે 61 રનથી હાર બાદ શ્રીલંકા સેમીફાઈનલની રેસમાંથી બહાર

📅 Published: February 25, 2026 | 📂 Category: sports

ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 61 રનથી હરાવ્યું. આ સાથે શ્રીલંકા T20 વર્લ્ડકપ 2026 માંથી બહાર થઈ ગયું છે, જ્યારે ન્યુઝીલેન્ડે તેની સેમીફાઈનલની આશા જીવંત રાખી છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકાનું સ્વપ્ન ચકનાચૂર થયું

શ્રીલંકાના ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. શ્રીલંકાએ ભારત સાથે મળીને વર્લ્ડકપનું આયોજન કર્યું હતું, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની હારથી શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની દોડ અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. કામિન્દુ મેન્ડિસ અને દુનિથ વેલાલેજ સિવાય શ્રીલંકાના અન્ય કોઈ બેટ્સમેન સારી ઈનિંગ્સ રમી શક્યા નથી.

મિચેલ સેન્ટનર પછી રચિન રવિન્દ્રએ મચાવી ધૂમ

પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 84 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મિચેલ સેન્ટનરના માત્ર 26 બોલમાં 47 રનની ધમાકેદાર ઈનિંગે તેમની ટીમને 160 રનથી વધુ સ્કોર સુધી પહોંચાડી દીધી. તેને અને કોલ મેકકોન્ચીએ 84 રનની પાર્ટનરશીપ કરી. સેન્ટનરના 47 રને ન્યુઝીલેન્ડની વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

રચિન રવિન્દ્રએ બોલ સાથે બાકીનું કામ કર્યું. તેને 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 4 વિકેટ લીધી. તેને કુસલ મેન્ડિસ, પવન રત્નાયકે, કેપ્ટન દાસુન શનાકા અને દુષણ હેમંથાને આઉટ કર્યા. રવિન્દ્રએ પણ બેટિંગમાં 32 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકાને ઈનિંગના પહેલા જ બોલ પર મોટો ઝટકો પડ્યો. મેટ હેનરીએ પહેલા જ બોલ પર પથુમ નિસાંકાને ક્લીન બોલ્ડ કર્યો.

આ પણ વાંચો: WI Vs ZIM મેચના પરિણામથી ટીમ ઈન્ડિયાને થશે ફાયદો? માત્ર એક જીતથી સેમીફાઈનલમાં એન્ટ્રી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *