Open Golf Championshipની બીજી સીઝનની 12 માર્ચથી થશે શરૂઆત, ઈનામની રકમમાં થયો વધારો

📅 Published: March 10, 2026 | 📂 Category: sports

ઈન્ડોરામા વેન્ચર્સ અને ડીપી વર્લ્ડ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા — જે ભારતમાં પુરુષો માટેની પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર સંચાલક અને માન્યતા આપતી સંસ્થા છે. સંયુક્ત રીતે ઈન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિનું આયોજન કરશે.

આ ટુર્નામેન્ટ 12 થી 15 માર્ચ 2026 દરમિયાન અમદાવાદના કલ્હાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે યોજાશે. આ વર્ષે ટુર્નામેન્ટની ઈનામ રકમ વધારીને US ડોલર 3,00,000 એટલે કે અંદાજે 2.76 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

આ ઈવેન્ટના ટાઈટલ સ્પોન્સર ઈન્ડોરામા વેન્ચર્સ વૈશ્વિક સ્તરે અગ્રણી અને ટકાઉ કેમિકલ કંપની છે. કંપનીના વિવિધ આંતરરાષ્ટ્રીય વ્યવસાયો PET અને વિશિષ્ટ કેમિકલ્સના વેલ્યુ ચેઈન સાથે જોડાયેલા છે. ઈન્ડોરામા વેન્ચર્સની ઉત્પાદન કામગીરી 32 દેશોમાં ફેલાયેલી છે અને એશિયા-પેસિફિક, આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિતના બજારોમાં કંપની મજબૂત સ્થાન ધરાવે છે.

12 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં કુલ 143 ખેલાડીઓ ભાગ લેશે

ટુર્નામેન્ટ સ્ટ્રોક-પ્લે ફોર્મેટમાં રમાશે જેમાં ચાર રાઉન્ડ રહેશે અને દરેક રાઉન્ડમાં 18 હોલ રમાશે. 2 રાઉન્ડ બાદ ટોપ 60 ખેલાડીઓ અને ટાઈ થયેલા ખેલાડીઓ આગળના રાઉન્ડ માટે કટ કરશે. કોર્સનો પાર 72 છે.

ટુર્નામેન્ટમાં ભારતના અગ્રણી ગોલ્ફરોમાં યુવરાજ સંધુ (2025 DP World PGTI ઓર્ડર ઓફ મેરિટ ચેમ્પિયન), વીર અહલાવત, ઓમ પ્રકાશ ચૌહાણ, મનુ ગંડાસ, અજિતેશ સંધુ, શૌર્ય ભટ્ટાચાર્ય, હની બૈસોયા અને અંગદ ચીમા જેવા ખેલાડીઓ ભાગ લેશે.

આ વિદેશી ખેલાડીઓ પણ લેશે ભાગ

આ સિવાય વિદેશી ખેલાડીઓની પણ મજબૂત હાજરી રહેશે. તેમાં ઝેરેડ હેક (અમેરિકા), મથિયાસ શ્વાબ (ઓસ્ટ્રિયા), ક્લેમેન્ટ સોર્ડે (ફ્રાંસ), જોશુઆ ગ્રેનવિલ-વુડ (યુએઈ), મેક્સેન્સ ગિબોડોટ (ફ્રાંસ), ક્રિસ્ટોફ બ્લેયર (ઓસ્ટ્રિયા), બાસ્ટિયન અમાત (ફ્રાંસ), ટાઈગર ક્રિસ્ટેન્સન (જર્મની), વિન્સ વાન વીન (નેધરલેન્ડ્સ), પિયેર પિનેઓ (ફ્રાંસ), ક્રિસ્ટોફર રહ્મ (સ્વીડન) અને પેર લેન્ગફોર્સ (સ્વીડન) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના સ્થાનિક ગોલ્ફરોમાં અંશુલ પટેલ, કૃશ પટેલ અને આદિત્ય રાજકુમાર ચૌહાણ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

ઈન્ડોરામા વેન્ચર્સના સ્થાપક અને ગ્રુપ CEO અલોક લોહિયાએ કહ્યું કે “પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી ચાલુ રાખીને ઈન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિના ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાવાનું અમને ગૌરવ છે. આ સિવાય PGTIના અધ્યક્ષ કપિલ દેવએ જણાવ્યું કે “ઈન્ડોરામા વેન્ચર્સ ઓપનની બીજી આવૃત્તિ DP World PGTI માટે મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.”

PGTIના CEO અમનદીપ જોહલએ જણાવ્યું કે “આવા ટુર્નામેન્ટો ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખેલાડીઓને વધુ સ્પર્ધાત્મક તક તથા આંતરરાષ્ટ્રીય ઓળખ આપે છે.”

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *