PAK Vs SL: શ્રીલંકા સામે જીતવા છતાં હારી ગયું પાકિસ્તાન, T20 વર્લ્ડકપમાંથી થયું બહાર

📅 Published: February 28, 2026 | 📂 Category: sports

ગ્રુપ 2ની અંતિમ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો ફાયદો ઉઠાવતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં શ્રીલંકાએ પણ શાનદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા, અને મેચ ફક્ત 5 રનથી હારી ગઈ હતી. જીત છતાં પાકિસ્તાન ICC T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયું.

સાહિબજાદા અને ફખરની જોડીએ ધૂમ મચાવી

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાને શાનદાર શરૂઆત કરી. ઓપનર સાહિબજાદા ફરહાને 166.67 ના સ્ટ્રાઈક રેટથી 60 બોલમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 5 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. તેને સપોર્ટ આપતા ફખર ઝમાને 200ના સ્ટ્રાઈક રેટથી 42 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.

આ બે સિવાય અન્ય કોઈ પાકિસ્તાની બેટ્સમેન મેદાન પર સારું રમી શક્યો નહીં, જેના પરિણામે પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 3 વિકેટ લીધી, જ્યારે કેપ્ટન દાસુન શનાકાએ પણ 2 બેટ્સમેનને આઉટ કર્યા.

જીત્યા પછી પણ પાકિસ્તાની ટીમ હારી ગઈ

213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. પથુમ નિસાન્કા માત્ર 3 રન બનાવીને આઉટ થયો. કામિલ મિશ્રાએ 26 રન, જ્યારે ચરિથ અસલંકાએ 25 રન બનાવ્યા. પવન રથનાયકે 58 રનની ધમાકેદાર ઈનિંગ રમી. અંતે કેપ્ટન દાસુન શનાકાએ 31 બોલમાં અણનમ 76 રન બનાવ્યા, જેમાં 8 લાંબા છગ્ગા ફટકાર્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા અને મેચ માત્ર 5 રનથી હારી ગઈ. પાકિસ્તાન તરફથી અબરાર અહેમદે 3 વિકેટ લીધી. પરંતુ આ જીત છતાં પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું, અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી.

આ પણ વાંચો: T20 World Cup 2026 Points Table: ઝિમ્બાબ્વેને હરાવીને ભારતની સેમીફાઈનલની શક્યતાઓ વધી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *