મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ અરબી નેતાઓ સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરી છે. તેમણે પહેલા બહેરીનના રાજા સાથે વાતચીત કરી છે, તેમાં ભારતીયોની સુરક્ષા અને સુખાકારી અંગે જાણકારી મેળવે છે. PM મોદીએ બહેરીનના નેતાઓને ભારત સરકારની સક્રિય તૈયારી અંગે માહિતી આપી અને તમામ ભારતીય નાગરિકોની સલામતી અંગે ખાતરી મેળવી છે.
મિડલ ઈસ્ટમાં જટીલ પરિસ્થિતિ અંગે વિચારવિમર્શ કરાયો
ત્યારબાદ વડાપ્રધાને મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી, જેમાં તેઓએ સૌપ્રથમ ભારતીય સમુદાયની સુરક્ષા વિષયક માહિતી લીધી અને બંને દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે જાણકારી લીધી. ફોન પર વાતચીત દરમિયાન ભારત–સાઉદી અરેબિયા સંબંધો અને મિડલ ઈસ્ટમાં હાલની જટિલ પરિસ્થિતિ અંગે પણ વિચારવિમર્શ કરાયો.
બંને દેશોમાં ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચર્ચા
PM મોદીએ સલાહ આપી કે યુદ્ધ અને તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે બંને નેતાઓને વિશ્વસનીયતા આપી કે ભારત સરકારે પોતાના નાગરિકોની સલામતી માટે તમામ શક્ય પગલાં લેશે. આ ટેલિફોનિક ચર્ચાથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીય સરકાર મિડલ ઈસ્ટમાં રહેતા નાગરિકોની સુરક્ષા માટે સક્રિય છે અને સ્થાનિક સરકારો સાથે સહયોગ માટે સતત સંપર્કમાં છે.
