
Jairam Ramesh On PM Modi Israel Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે, 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઇનના લોકોના હિતોની અવગણના કરી રહ્યા છે.
કોંગ્રેસે મુલાકાતની આકરી ટીકા કરી
કોંગ્રેસના નેતા અને કમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાનની આ મુલાકાતની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વેસ્ટ બૅંકના કબજા હેઠળના વિસ્તારમાં પેલેસ્ટાઇનના લોકોને હાંકી કાઢવા અને વિસ્થાપિત કરવા માટે ઈઝરાયલ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.
