PSL પહેલા આ ખેલાડીઓને મળી ધમકી, કહ્યું- 'પાકિસ્તાનમાં રમવા આવ્યા તો ગોળી…'

📅 Published: March 23, 2026 | 📂 Category: sports

પાકિસ્તાન સુપર લીગ 2026 શરૂ થાય તે પહેલાં એક નવો વિવાદ ઉભો થયો છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફક્ત બે શહેરોમાં અને દર્શકો વિના ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લીધો છે, ત્યારે હવે વિદેશી ખેલાડીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સશસ્ત્ર જૂથે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ડેરિલ મિશેલ જેવા વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન આવવા સામે ચેતવણી આપી છે.

વિદેશી ખેલાડીઓને ધમકીઓ ચિંતા વધી 

પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન, જમાત-ઉલ-અહરાર, એ ખુલ્લેઆમ કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં પાકિસ્તાનમાં મોટી T20 ટુર્નામેન્ટનું આયોજન અસુરક્ષિત છે. જોકે, સંગઠને સ્પષ્ટપણે કહ્યું છે કે તેને ક્રિકેટ સામે કોઈ વાંધો નથી. તેઓએ એમ પણ કહ્યું કે જો વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન આવે છે, તો તેઓ તેમની સુરક્ષા માટે જવાબદાર રહેશે નહીં. આ નિવેદન હવે ક્રિકેટ જગતમાં હલચલ  મચી ગઈ છે.

PCBના નિર્ણય અંગે પણ પ્રશ્નો ઉભા થયા 

પીએસએલ 2026 26 માર્ચથી શરૂ થવાનું છે, પરંતુ ટુર્નામેન્ટ પહેલા દેખાતા સંકેતોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ વધારી દીધી છે. બોર્ડે અગાઉ જાહેરાત કરી હતી કે લીગ ફક્ત બે શહેરો સુધી મર્યાદિત રહેશે અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે. સત્તાવાર રીતે, પશ્ચિમ એશિયામાં તણાવ અને વધતા ઇંધણના ભાવને કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો કે, હવે અહેવાલો સૂચવે છે કે આ મુદ્દો ફક્ત નાણાકીય કે વહીવટી નથી, પરંતુ સુરક્ષા સંબંધિત પણ છે.

બધાની નજર મુખ્ય વિદેશી નામો પર 

આ સિઝનમાં PSLમાં ઘણા અગ્રણી વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને એડમ ઝામ્પા, ઇંગ્લેન્ડના મોઈન અલી અને ન્યુઝીલેન્ડના ડેવોન કોનવે જેવા નામો લીગનો ભાગ હોવાનું જાણવા મળે છે. જો સુરક્ષાની ચિંતાઓ વધે છે, તો કેટલાક ખેલાડીઓ છેલ્લી ઘડીએ ખસી જવાનો વિચાર પણ કરી શકે છે.

PCB દ્વારા સતાવર નિવેદન સામે આવ્યું નથી   

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ ધમકીઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. બોર્ડ વિદેશી ખેલાડીઓ અને તેમની ટીમોને ખાતરી આપવાનું ચાલુ રાખશે કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. જો કે, પ્રવર્તમાન વાતાવરણે PSL 2026 પર અનિશ્ચિતતાના વાદળ ઘેરાવ્યા છે. હવે ધ્યાન વિદેશી ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલા વલણ અને ખેલાડીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર રહેશે. જો મોટા નામો પાછા ખેંચાય છે, તો તે ફક્ત PSL 2026 જ નહીં પરંતુ પાકિસ્તાનમાં ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટ્સની છબીને પણ અસર કરી શકે છે.

આ પણ વાંચો – IPL 2026: આ 15 શહેરમાં મફતમાં જોઈ શકશો લાઈવ મેચ, BCCIએ ફેન્સને આપી મોટી ભેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *