Rahul Gandhi પર ગૃહપ્રધાન અમિત શાહે કર્યા પ્રહાર, કહ્યું 'સંસદના દરવાજે બેસીને ચા-પકોડા ખાવા લોકશાહીના સંસ્કાર નથી'

📅 Published: March 15, 2026 | 📂 Category: national

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા છે. શાહે જણાવ્યું હતું કે સંસદ જેવી લોકશાહી સંસ્થાની ગૌરવપૂર્ણ પરંપરાને સમજવાની જરૂર છે અને ક્યાં શું કરવું જોઈએ તેનું ભાન પણ હોવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સંસદના દરવાજા પાસે બેસીને ચા-પકોડા ખાવા અને ધરણા કરવા જેવી પ્રવૃત્તિઓ ભારતીય લોકશાહી માટે યોગ્ય સંસ્કાર નથી.

વિપક્ષના નેતા તરીકે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી

અમિત શાહે કહ્યું કે દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા સંસદ છે અને અહીં ચર્ચા અને વિવાદ માટે યોગ્ય મંચ ઉપલબ્ધ છે. આવા સમયમાં વિપક્ષના નેતા તરીકે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. પરંતુ સંસદના દરવાજા પર બેસીને વિરોધ પ્રદર્શન કરવું લોકશાહી પરંપરાઓને અનુરૂપ નથી અને તે દેશની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ સમાન છે. શાહે વધુમાં કહ્યું કે વિપક્ષના નેતા દ્વારા આ પ્રકારની ઘટના નિંદનીય છે અને લોકશાહી પ્રત્યેના સંસ્કાર દર્શાવતી નથી.

અમિત શાહના નિવેદનને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો

તેમણે કહ્યું કે દેશના લોકો લોકશાહી સંસ્થાઓ પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે અને રાજકીય નેતાઓએ પણ તેની ગૌરવપૂર્ણ પરંપરાનું માન રાખવું જોઈએ. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સત્તાધારી અને વિપક્ષ વચ્ચેના તણાવ વચ્ચે અમિત શાહના નિવેદનને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આવનારા દિવસોમાં આ મુદ્દે સત્તા અને વિપક્ષ વચ્ચે વધુ રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : West Bengal સહિત 5 રાજ્યમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *